September 21, 2026
તાજા સમાચારરમતગમત

ચેમ્‍પિયન્‍સ ટ્રોફીના સેમિફાઈનલ મેચમાં ભારતીય ટીમે ઓસ્‍ટ્રેલિયાને હરાવી ફાઇનલમાં પોહચ્યું

ચેમ્‍પિયન્‍સ ટ્રોફીના સેમિફાઈનલ મેચમાં ભારતીય ટીમે શાનદાર પ્રદર્શન કરતા ઓસ્‍ટ્રેલિયાને હરાવી દીધું. આ જીત સાથે ભારતીય ટીમે ફાઈનલમાં એન્‍ટ્રી કરી લીધી. ભારતીય ટીમની જીતનું મોટું કારણ વિરાટ કોહલી અને મોહમ્‍મદ શમી રહ્યા છે. વિરાટ કોહલીએ ૮૪ રનની ઈનિંગ રમી જયારે મોહમ્‍મદ શમીએ ૩ વિકેટ ઝડપી. આ જીત સાથે જ ભારતીય ટીમે ઓસ્‍ટ્રેલિયાને સેમિફાઈનલથી બહાર કરી દીધું છે. વર્ષ ૨૦૨૩માં  વનડે વર્લ્‍ડકપ ફાઇનલમાં ઓસ્‍ટ્રેલિયાએ ભારતને હરાવ્યું હતું, એવામાં ભારતીય ટીમે ભવ્‍ય જીત મેળવીને ઓસ્‍ટ્રેલિયાનો બદલો લીધો છે.

જીત સાથે ભારતીય ટીમે ૫ મોટી કમાલ કરી છે.

ટીમ ઇન્‍ડિયાનો ભવ્‍ય વિજય દેશભરમાં ક્રિકેટ પ્રેમીઓએ આતશબાજી કરી જીતની ઉજવણી કરી હતી.

ભારતીય ટીમે ૧૪ વર્ષ બાદ ઓસ્‍ટ્રેલિયાને આઇસીસી ટૂર્નામેન્‍ટની નોક આઉટ મેચમાં હરાવ્‍યું છે. ૨૦૧૫ વર્લ્‍ડ કપ સેમિફાઈનલ, ૨૦૨૩ વર્લ્‍ડ ટેસ્‍ટ ચેમ્‍પિયનશિપની ફાઈનલ અને વર્લ્‍ડ કપ ૨૦૨૩ની ફાઈનલમાં ભારતીય ટીમને ઓસ્‍ટ્રેલિયાથી માત મળી હતી.

ભારતીય ટીમને છેલ્લી વખત આઇસીસી ટૂર્નામેન્‍ટના નોક આઉટ મુકાબલામાં ઓસ્‍ટ્રેલિયા પર જીત ૨૦૧૧ વર્લ્‍ડ કપના ક્‍વાર્ટર ફાઈનલમાં મળી હતી. આ મેચ અમદાવાદના સ્‍ટેડિયમમાં રમાઈ હતી. ઓસ્‍ટ્રેલિયાએ પહેલા બેટિંગ કરતા ૬ વિકેટ ગુમાવીને ૨૬૦ રન બનાવ્‍યા હતા. જેને ભારતીય ટીમએ ૫ વિકેટથી ૪૭.૫ ઓવરમાં જીત મેળવી હતી. પ્‍લેયર ઓફ ધ મેચ યુવરાજ સિંહને મળ્‍યો હતો.

ટીમ ઇન્‍ડિયાને સૌથી મોટો ઝટકો ઓસ્‍ટ્રેલિયાએ ૧૯ નવેમ્‍બર ૨૦૨૩એ આપ્‍યો હતો. આઇસીસીવનડે વર્લ્‍ડ કપ ૨૦૨૩ની ફાઈનલમાં ઓસ્‍ટ્રેલિયાએ ભારતીય ટીમને ૬ વિકેટથી હરાવ્‍યું હતું અને ભારતીય ટીમનું વર્લ્‍ડ કપ જીતવાનું સપનું તૂટ્‍યું હતું. આ ટૂર્નામેન્‍ટમાં ભારતીય ટીમ ફાઈનલમાં પહોંચવા સુધી એક પણ મેચ હારી નથી.

ભારતીય ટીમ સતત ત્રીજી વખત ચેમ્‍પિયન્‍સ ટ્રોફીની ફાઈનલમાં પહોંચી છે. વર્ષ ૨૦૧૩, ૨૦૧૭ બાદ ભારતીય ટીમ ૨૦૨૫જ્રાક્રત્‍ન ફાઈનલમાં જગ્‍યા બનાવવામાં સફળ રહી છે. ચેમ્‍પિયન્‍સ ટ્રોફીની ફાઈનલમાં ભારતીય ટીમ કુલ પાંચમી વખત પહોંચી છે.

મોહમ્‍મદ શમીએ આઈસીસીની નોક આઉટ મેચમાં ૨૧ વિકેટ ઝડપી છે. આ ભારત તરફથી એક રેકોર્ડ છે. શમીએ સેમિફાઈનલમાં સૌથી વધુ ૩ વિકેટ ઝડપી.

ભારતીય ટીમ રોહિત શર્માની કેપ્‍ટનશીપમાં સતત ચોથી વખત આઇસીસી ટૂર્નામેન્‍ટની ફાઈનલમાં પહોંચી છે. વર્લ્‍ડ ટેસ્‍ટ ચેમ્‍પિયનશિપ ૨૦૨૩ સિવાય વર્લ્‍ડ કપ ૨૦૨૩, ટી૨૦ વર્લ્‍ડ કપ ૨૦૨૩માં પણ ભારતે ફાઈનલમાં જગ્‍યા બનાવી હતી.

વિરાટ કોહલી ચેમ્‍પિયન્‍સ ટ્રોફીમાં સૌથી વધુ રન બનાવનારો ખેલાડી બની ગયો છે. તેમણે શિખર ધવનના ૭૦૧ રનનો રેકોર્ડ તોડ્‍યો. એટલું જ નહીં કોહલી આઈસીસી ટૂર્નામેન્‍ટની નાઙ્ઘક આઉટ મેચોમાં ૧૦૦૦ રન બનાવનારા પહેલા ખેલાડી બન્‍યા.

Related posts

રાણા સાંગા પર સમાજવાદી પાર્ટીના રાજ્યસભા સાંસદ રામજી લાલ સુમન દ્વારા આપતી જનક ટીપ્પણી કરવા બદલ હિન્દૂ સમાજ દ્વારા આજે વિરોધ પ્રદર્શન કરાશે

Ahmedabad Samay

ભારતીય જનતા પાર્ટીને નીતિન નબીનના રૂપમાં નવા અધ્‍યક્ષ બન્યા

Ahmedabad Samay

સુધા મૂર્તિ બનાવશે બાળકનો અભ્યાસક્રમ, NCERT એ સોંપી મોટી જવાબદારી

Ahmedabad Samay

સુપર સ્‍વચ્‍છ લીગમાં ઇન્‍દોરને પ્રથમ ક્રમે, બીજા નંબર પર સુરત અને ત્રીજા નંબરે નવી મુંબઇ છે,૧૦ લાખથી વધુ વસ્‍તીવાળા શહેરમાં અમદાવાદ પ્રથમ શહેર બન્યું

Ahmedabad Samay

ઉત્તરકાશી ટનલમાં ફસાયેલા 41 કામદારોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા, પરિવારજનોમાં ખુશીનો માહોલ.

Ahmedabad Samay

PSL 2023: શું ભારતીય ખેલાડીઓએ PSL રમવી જોઈએ? પાકિસ્તાનના પૂર્વ ક્રિકેટરે આપ્યો ચોંકાવનારો જવાબ

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો