ભારતમાં કોરોના વાઈરસના કેસ તીવ્ર ઝડપે વધી રહ્યા છે અને હાલ કેસ ઘટવાની કોઈ સંભાવના લાગતી નથી. દેશમાં કોરોના સંક્રમિતોની સંખ્યા ૩ લાખને પાર થઈ ચુકી છે.
આગામી સમયમાં કોરોના વધુ વિકરાળ સ્વરૂપ ધારણ કરે તેવી આશંકા છે.નિષ્ણાતોના જણાવ્યા મુજબ દેશમાં જુલાઈની મધ્યમાં અથવા ઓગસ્ટની શરૂઆતમાં કોરોનાના કેસની સંખ્યા ટોચ પર પહોંચવાની સંભાવના છે. ચિંતાની બાબત એ છે કે અત્યારથી જ દેશના અનેક રાજયોમાં સ્વાસ્થ્ય વ્યવસ્થા લથળવા લાગી છે.