ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી કે જ્યાં કાયમી પરીક્ષા નિયામકની ભરતી નથી કરવામાં આવી. જેથી GTUમાં ઈન્ચાર્જ પરીક્ષા નિયામકના સહારે કામગિરી ચાલી રહી છે. પ્રાપ્ત વિગતો અનુસાર છેલ્લા 6 વર્ષથી પરીક્ષા નિયામકની કાયમી નિમણૂક નથી કરવામાં આવી જેથી આ મામલે ગુજરાત એન્જિનિયરીંગ એન્ડ ટેકનોલોજી ડીપ્લોમાં કોલેજ દ્વારા રજૂઆત કરવામાં આવી છે અને કાયમી ભરતીની માગ પણ કરવામાં આવી છે.
તત્કાલિક પરીક્ષા નિયામકની નિમણૂકની માગ કરાઈ છે. જે માટે કુલપતિને પત્ર પણ લખવામાં આવ્યો છે. જીટીયુમાં કેટલીક કાયમી ભરતી ન હોવાથી ઈન્ચાર્જ નિમવામાં આવે છે. આ સાથે કાયમી ભરતી થાય તે જરુરી છે. પરીક્ષા પૂર્ણ થયાના એક મહિનામાં પરીણામ જાહેર કરવા માગ કરવામાં આવી છે.
પરીણામ બાદ 15 દિવસમાં માર્કશિપ મળે તેવી અપીલ કરવામાં આવી છે. રી ચેકિંગ રી એસેસમેન્ટનું પરીણામ સમયસર મળે તેવી માગ કરવામાં આવી છે.
ફિઝીકલ માર્કશિટ ન આવતા અનેક મુશ્કેલીઓ પડે છે. આ સિવાય ઘણા ઘણી મુશ્કેલીઓ પણ પડે છે. આ મામલે કાયમી નિમણૂકને લઈને જીટીયુને માગ કરવામાં આવી રહી છે.