September 21, 2026
ગુજરાત

આગામી પાંચ દિવસમાં ઠંડીનો બીજો રાઉન્ડ આવશે, બધું થીજવી દેશે

આગામી પાંચ દિવસને લઇ હવામાન વિભાગ દ્વારા એક મોટી આગાહી કરવામાં આવી છે. પાંચ દિવસની આગાહી પ્રમાણે આગામી 24-48 કલાક તાપમાનમાં કોઈ ફેરફાર થશે નહીં, પરંતુ ત્યાર બાદ તાપમાનમાં 2-3 ડિગ્રી તાપમાન ઘટી શકે છે. અમદાવાદનું તાપમાન 13. 4 ડિગ્રી નોંધાયું છે

પશ્ચિમી વિક્ષોભનના કારણે તાપમાનમાં ઘટાડો થશે. એટલું જ નહીં, આગામી સમયમાં નલિયામાં પણ તાપમાન ઘટી શકે છે. ગુજરાતમાં કાતિલ ઠંડીનો વધુ એક રાઉન્ડ આવવાની હવામાન વિભાગ દ્વારા આગાહી કરતા લોકો ધ્રુજી ઉઠ્યા છે. એટલે કે ગુજરાતીઓએ ગાત્રો થીજવતી ઠંડી માટે તૈયાર રહેવું પડશે. તાપણા તૈયાર રાખવા પડશે, બે દિવસ બાદ ગુજરાતમાં ફરી ગાત્રો થિજવતી ઠંડીનો હવામાન વિભાગે વરતારો કર્યો છે.

હવામાન વિભાગની આગાહી પ્રમાણે રાજ્યમાં 25 જાન્યુઆરીથી ઠંડીનો નવો રાઉન્ડ પણ શરૂ થવાનું અનુમાન છે. 25, 26 અને 27 જાન્યુઆરીએ ઠંડી પડવાની શક્યતાઓ વધુ છે અને તાપમાન 10 ડિગ્રી સેલ્સિયસથી નીચું જઈ શકે છે. સૌરાષ્ટ્ર અને કચ્છમાં ઠંડીનું વધુ પ્રમાણ રહેશે. ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં ઠંડો પવન ફૂંકાવાની શક્યતા છે. મધ્ય ગુજરાતમાં મહત્તમ તાપમાન 30 ડિગ્રી સેલ્સિયસ રહેવાનું અનુમાન છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે તાપમાનમાં ઘટાડો થશે. પવનને કારણે ઠંડી અનુભવાઇ શકે છે.

Related posts

અમદાવાદનું જડેશ્વર વન રાજ્યનું પહેલું એવું વન છે જે ‘ડમ્પિંગ સાઇટ’ ઉપર નિર્માણ પામ્યુ

Ahmedabad Samay

નરોડા વિસ્તાર ખાતે રોડ રસ્તા બિસ્માર હાલતમાં હોવાના કારણે કોંગ્રેસ સમિતિ દ્વારા નરોડા ગેલેક્સી ખાતે વિરોધ પ્રદર્શન કરાયું

Ahmedabad Samay

રાજપૂત અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે મુસ્લિમ ગરાસિયા સમાજ ના આગેવાનો પણ જોડાયા

Ahmedabad Samay

રાજ્યમાં આજથી ફરી એક વખત કાતિલ ઠંડીનો અનુભવ થશે

Ahmedabad Samay

આગામી 3 કલાકમાં અમદાવાદ, ગાંધીનગરમાં વરસાદની આગાહી, 7થી 11 જૂન દરમિયાન વાવાઝોડા સાથે વરસાદ પડવાની શક્યતા

Ahmedabad Samay

અવકાશયાત્રી સુનિતા વિલિયમ્‍સ અને બુચ વિલ્‍મોર ૯ મહિના અને ૧૪ દિવસ બાદ ધરતી પર પાછા ફર્યા

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો