September 22, 2026
ગુજરાત

ક્રૂડના ભાવમાં ૩૨ ટકાનો ઘટાડો, છતાં પેટ્રોલ-ડીઝલના ભાવમાં ઘટાડો નહિ, સરકાર ઈચ્છેતો 18% ભાવ ઘટાડીનશકે

આંતરરાષ્‍ટ્રીય ક્રૂડના ભાવમાં ૩૨ ટકાનો ઘટાડો છતાં પેટ્રોલ – ડીઝલ – સીએનજીમાં અસહ્ય ભાવ વધારો થયો છે. આંતરરાષ્‍ટ્રીય ક્રૂડના ભાવ ઘટાડાનો લાભ જનતાને તાત્‍કાલિક આપવો જોઇએ તેવી માંગ ગુજરાત કોંગ્રેસે કરી છે. ક્રૂડ ઓઇલના ભાવમાં સતત ઘટાડો થઇ રહ્યો છે પણ સરકાર પોતાની તિજોરી ભરવામાં મસ્‍ત છે અને જનતા ત્રસ્‍ત છે. છેલ્લા આઠ મહિનાથી આંતરરાષ્‍ટ્રીય ક્રૂડ ઓઇલમાં ૩૨ ટકાનો ઘટાડો અને એલપીજીમાં ૪૦ ટકા જેટલો ઘટાડો થયો છતાં સામાન્‍ય જનતાને ભાવ ઘટાડાનો લાભ અપાતો નથી, જૂન ૨૦૨૨થી ક્રૂડ ઓઇલ પ્રતિ લીટર ૫૭થી ઘટીને ૩૯ જેટલું થઇ ગયું છે. સરકાર ઇચ્‍છે તો પેટ્રોલ – ડીઝલની કિંમતમાં ૧૮ રૂપિયા જેટલો ઘટાડો કરી શકે છે પરંતુ સરકાર આકરા ટેકસ બોજ લાદીને પોતાની તિજોરી ભરવામાં વ્‍યસ્‍ત છે. વર્ષ ૨૦૨૧-૨૨માં કેન્‍દ્ર સરકારે ૭.૭૪ લાખ કરોડ અને રાજ્‍ય સરકારે ૧.૪ લાખ કરોડ ટેકસ પેટે ઉઘરાવી લીધા છે. મોંઘવારીમાં પીસાતી પ્રજાને રાહત આપવા તાત્‍કાલિક સરકારે પગલા ભરવા જોઇએ.”

Related posts

સોશિયલ મીડિયામાં પોસ્ટ કરવા બદલ ગાંધીનગરના દેહગામમાં નાના વિવાદ બાદ બે સમુદાયના લોકો સામસામે આવ્યા હતા. બંને બાજુથી ભારે પથ્થરમારો

Ahmedabad Samay

ચેતન રાવલજીને જન્મ દિનની હાર્દિક શુભેચ્છા

Ahmedabad Samay

૧૨ ઓગસ્ટ, ૨૦૨૬ ના રોજ વર્ષનું પ્રથમ પૂર્ણ સૂર્યગ્રહણ,જાણો ક્યાં રાશિના જાતકોને ગ્રહણની અસર

Ahmedabad Samay

બિપરજોય ચક્રવાત: ખાલી કરાવાઈ રહ્યા છે વિસ્તારો, ટ્રેનો રદ, જાણો અત્યાર સુધી શું-શું થયું

Ahmedabad Samay

અમદાવાદ – વિજુ સિંધીની રેડ કોર્નર નોટિસ રદ કરવા હાઈકોર્ટમાં અરજી

Ahmedabad Samay

સિંધુભવન રોડ પર યુવકને જાહેરમાં પરેડ કરાવવા મામલે હાઈકોર્ટે પોલીસ સામે નોટિસ ઈસ્યુ કરી

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો