September 11, 2026
ગુજરાત

ગાંધીનગરમાં ચુસ્ત બંદોબસ્ત, શિક્ષિત બેરોજગારો આંદોલન કારી બન્યા.

[7/7, 14:24] Vishu: રાજ્યમાં કોરોના સંકટ અને લોકડાઉનના કારણે અટકેલી ભરતી પ્રક્રિયા મામલે ફરી ગાંધીનગરમાં આંદોલનના મંડાણ થયા છે. ત્યારે આજે મોટી સંખ્યામાં શિક્ષિત બેરોજગાર યુવાનો એકત્ર થાય તેવી શક્યતા છે. જેના પગલે સમગ્ર ગાંધીનગરમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. બેરોજગાર યુવાનોએ કોરોનાની મહામારીમાં અટકેલી ભરતી પ્રક્રિયાને હાથ ધરવાની માગણી સાથે ૬ જુલાઈએ ગાંધીનગરમાં સત્યાગ્રહ છાવણી ખાતે ઊમટી પડવાની જાહેરાત કરતા જ શહેરભરમાં ચાર એસપી સહિત ૧૫૦૦થી વધુ પોલીસ જવાનોને તહેનાત કરી દેવાયા છે. જ્યારે આંદોલનકારીઓ ગાંધીનગર પહોંચે નહિ તે માટે તેમની જિલ્લા સ્તરેથી જ અટકાયત કરાઈ હતી.

ગાંધીનગરના નવા સચિવાલય, જૂના સચિવાલય, વિધાનસભા, સેન્ટ્રલ વિસ્ટા અને સત્યાગ્રહ છાવણીમાં બંદોબસ્ત ગોઠવાયો છે. સાથે જ ગાંધીનગરમાં પ્રવેશતા તમામ રસ્તા પર પણ પોલીસના જવાનો તૈનાત કરવામાં આવ્યા છે. આંદોલનની શક્યતાને લઇને એસઆરપીની બે કંપની પણ બંદોબસ્ત માટે ફાળવવામાં આવી છે.

Related posts

નરોડા વિસ્તાર ખાતે રોડ રસ્તા બિસ્માર હાલતમાં હોવાના કારણે કોંગ્રેસ સમિતિ દ્વારા નરોડા ગેલેક્સી ખાતે વિરોધ પ્રદર્શન કરાયું

Ahmedabad Samay

આઈપીએસ હસમુખ પટેલે ટ્વીટ કરીને જણાવ્યું LRD ની ભરતી ટૂંક સમયમાં યોજાશે

Ahmedabad Samay

હાટકેશ્વર બ્રિજ મામલે કોર્પોરેશનના ટેકનિકલ સુપરવાઈઝર સામે કાર્યવાહી, મોટા ભ્રષ્ટાચારીઓ ક્યારે પકડાશે

Ahmedabad Samay

વડોદરા – વૃદ્ધાના મોત બાદ પશુ માલિકની થઈ ધરપકડ, ગંભીર ઘટનાથી સ્થાનિકોમાં પણ આક્રોશ

Ahmedabad Samay

બજરંગદળ અને વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા ત્રિશુલ દીક્ષા સમારોહનું આયોજન કરાયું હતું

Ahmedabad Samay

આંતરરાષ્ટ્રીય સાયબર ક્રાઈમ નેટવર્કનો પર્દાફાશ કરતા પોલીસે મુખ્ય સૂત્રધાર ફાલ્ગુન પટેલ સહિતના સાગરીતોની ધરપકડ કરી

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો