September 21, 2026
ગુજરાત

ચાની લારી પર પેપર અને પ્લાસ્ટિકના કપ પર પ્રતિબંધ લાદવાનો મનપાના નિર્ણયનો વેપારીઓ વિરોધ વ્યક્ત કર્યો

અમદાવાદમાં ચાની લારી પર પેપર અને પ્લાસ્ટિકના કપ પર પ્રતિબંધ લાદવાનો મનપાએ નિર્ણય લીધો છે. ત્યારે આ નિર્ણયનો વેપારીઓ વિરોધ કરી રહ્યાં છે.  પેપર કપના વ્યવસાય સાથે જોડાયેલા વેપારીઓ રજૂઆત કરવા મહાનગરપાલિકાની કચેરીએ પહોંચ્યા હતા. મનપા કચેરી પહોંચી મેયર કિરીટ પરમારને આવેદનપત્ર પાઠવ્યું હતું.  વેપારીઓનું કહેવું છે કે,

AMCના નિર્ણયથી તેમની રોજી રોટી છીનવાઈ જશે. ન માત્ર પ્લાસ્ટિક અને કાગળના કપ પરંતુ મનપા અન્ય 19 પ્લાસ્ટિકની ચીજ વસ્તુ પર પ્રતિબંધ લાદી શકે છે. જેમાં પ્લાસ્ટિકના ઝંડા, આઈસ્ક્રીમ સ્ટીક….પ્લાસ્ટિક સ્ટ્રો….અને પ્લાસ્ટિક ટ્રે જેવી ચીજ વસ્તુ સામેલ છે.

20 જાન્યુઆરીથી ચાની કીટલી પર પેપર કપમાં વેચાતી ચા પર પ્રતિબંધ લગાડવામાં આવ્યો છે.  પેપર કપનો ઉપયોગ કરનાર ચાના કીટલીના વેપારી પર દંડાત્મક કાર્યવાહી કરવામાં આવશે.  જોકે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જણાવવામાં આવ્યું છે કે રોજના ચાના 20 લાખ કપ કચરામાં મળી આવતા હોવાના કારણે ગંદકી વધુ થાય છે અને પર્યાવરણને પણ નુકસાન પહોંચે છે તેને ધ્યાનમાં રાખીને હવે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે.

જોકે ચાની કેટલીના વેપારી તેમજ પેપર કપના ટ્રેડર્સ લોકો રોજગારીથી વંચિત થઈ જશે તેને લઈને આજે એએમસીમાં આવીને વિરોધ કર્યો અને આ વેદનપત્ર મેયર કિરીટ પરમારને આપવામાં આવ્યું હતું.  જણાવ્યું કે જો કાગળ ના કપ પર પ્રતિબંધ મૂકવામાં આવશે તો અમારી રોજી રોટી ને ભારે નુકસાન થશે અને એટલા જ માટે વેપારીઓ નાખુશ છે.

Related posts

અમદાવાદના ખાનપુર ખાતેના ભાજપ કાર્યાલય પર ભાજપે જીતની ઉજવણી કરી

Ahmedabad Samay

‘ધુરંધર’ એ શાનદાર વર્ચસ્‍વ દર્શાવ્‍યું છે. કુલ ૧૪ એવોર્ડ જીતીને, ફિલ્‍મે આ વર્ષની સૌથી મોટી સફળતા પ્રાપ્ત કરી

Ahmedabad Samay

PSI અને LRDની ભરતીને લઇ  કોલ લેટર જાહેર, યુવાનો તૈયારીઓમાં જુટી ગયા

Ahmedabad Samay

કેન્‍દ્ર સરકારે પેટ્રોલ, ડીઝલ અને એવિએશન ટર્બાઇન ફયુઅલ પર એક્‍સાઇઝ ડ્‍યુટી ઘટાડી, જોકે, આનાથી છૂટક ભાવમાં કોઈ ઘટાડો થશે નહી.

Ahmedabad Samay

બજરંગ દલે લવ જેહાદના મન્સૂબાને કર્યો ના કામયાબ, હિન્દૂ ધર્મની અને બે યુવતીઓની કરી રક્ષા

Ahmedabad Samay

૭૭ વર્ષીય નટુકાકા તરીકે વિખ્યાત એક્ટર ઘનશ્યામ નાયક કેન્સરની બીમારીના કારણે આજે અવસાન થયું છે.

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો