ઉત્તરખંડના અકસ્માતમાં ગોઝારી બસ દુર્ઘટના બની હતી. જેમાં 7 ગુજરાતીઓના મૃત્યુ થયા છે. મૃત્યુ પામેલા 7માંથી 6ના મૃતદેહ અમદાવાદ ઉત્તરખંડથી લવાયા બાદ વતન લઈ જવામાં આવ્યા છે. રોડ માર્ગે તેમના વતન સુધી લઈ જવાયા છે. અંતિમ વિધી આજે કરવામાં આવી રહી છે.
ઉત્તરાખંડમાં બસ દુર્ઘટના થઈ હતી જેમાં બસ ખીણમાં ખાબકતા કરણસિંહ, અનિરુદ્ધ જોષી, દક્ષા મહેતા, ગણપત મહેતા, રાજેશ મેર અને ગીગાભાઈ ભમ્મરના મૃત્યું થયા હતા. મૃતકોના મૃતદેહો રોડ માર્ગે તેમના વતન સુધી લઈ જવાયા છે. અંતિમ વિધીમાં મોટી સંખ્યામાં વતન ભાવનગર અને પાલિતાણામાં લોકો ભાવુક જોવા મળ્યા હતા.
મૃતક મીના ઉપાધ્યાયની અંતિમ વિધી તેના પરીવારે ઉત્તરાખંડમાં કરી છે. જેઓ ભાવનગર જિલ્લાના મહુવા, પાલીતાણા અને તડાજાના રહેવાસી છે. ચારધામની યાત્રાએ ગયેલા ભાવનગરના પ્રવાસીઓની બસ ઉત્તરાખંડમાં 150 ફૂટ ઉંડી ખીણમાં ખાબકી હતી જેમાં 7ના મોત તો 28 લોકો ઈજાગ્રસ્ત થયા હતા.
બસમાં ઈજાગ્રસ્ત થયેલા લોકોનું કહેવું છે તે. ગંગોત્રીથી દર્શન કરીને રીટર્ન આવતા હતા. બસ સ્પીડમાં હતી અને ટર્નિંગ ડ્રાઈવરથી કાબુમાં નહોતો. બસ ખીણમાં ખાબકી હતી. યાત્રીઓ જેઓ અમને જોઈ જતા તેઓએ ઈજાગ્રસ્ત બધાને બહાર કાઢ્યા હતા. ઉત્તરાખંડથી પાર્થિવ દેહ વતનમાં લાવવામાં આવ્યા છે. ભાવનગર શહેર અને જિલ્લામાં લોકોમાં ગમગીની જોવા મળી રહી છે.