August 8, 2026
દુનિયા

એક રીપોર્ટે અદાણી ગ્રુપ ઉપર ગ્રહણ લગાવ્યો, દુનિયાના ટોપ-ટેન અમીરોની યાદીમાંથી બહાર

ફોર્બ્‍સની દુનિયાના ટોપ-૧૦ અમીરોની યાદીમાં ગૌતમ અદાણી ઝડપથી નીચે ઉતરી રહ્યા છે. હજુ એક સપ્તાહ અગાઉ તેઓ આ લિસ્‍ટમાં ત્રીજા ક્રમે હતા, પરંતુ હિન્‍ડનબર્ગ રિસર્ચનો રિપોર્ટ આવતા જ તેમની સંપત્તિ એટલી ઝડપથી ઘટાવા લાગી કે ત્રણ દિવસમાં તેઓ ટોપ-૧૦માંથી બહાર નીકળી ગયા હતા. હવે તેમની સંપત્તિમાં વધુ ૨૦ અબજ ડોલરનો ઘટાડો થયો છે અને આજે છેક ૧૬મા ક્રમે પહોંચી ગયા છે. ગૌતમ અદાણી પાસે હવે ૬૭.૮ અબજ ડોલરની નેટવર્થ છે જે લગભગ આઠ દિવસ અગાઉ ૧૨૦ અબજ ડોલરથી વધારે હતી. આ રીતે અદાણીના શેર તૂટતા જશે તો તેઓ ટોપ-૨૦ ધનિકોની યાદીમાંથી પણ બહાર નીકળી જાય તેવી શકયતા છે.

ગૌતમ અદાણીની કંપની અદાણી એન્‍ટરપ્રાઈઝિસનો ૨૦ હજાર કરોડનો FPO રદ કરવાની જાહેરાત પછી તેના શેરોમાં વધુ પાંચથી ૧૦ ટકાની લોઅર સર્કિટ લાગી છે. ગૌતમ અદાણીની સંપત્તિમાં ૨૪ કલાકમાં વધુ ૨૩ ટકાનો એટલે કે ૨૦ અબજ ડોલરનો ઘટાડો થયો છે.

ફોર્બ્‍સની ટોપ-૧૦ અબજપતિઓની યાદીમાં ભારતમાંથી હવે માત્ર મુકેશ અંબાણી સ્‍થાન ધરાવે છે. અંબાણી અત્‍યારે ૧૦મા ક્રમે છે. અમેરિકાનું બર્નાર્ડ આર્નોલ્‍ટ ફેમિલી ૨૧૨ અબજ ડોલરની સંપત્તિ સાથે પહેલા ક્રમે છે, જ્‍યારે બીજા ક્રમ પર ટ્‍વિટરના માલિક ઈલોન મસ્‍ક છે. મસ્‍ક પાસે ૧૮૩ અબજ ડોલરની સંપત્તિ છે અને ૨૪ કલાકમાં તેમાં ૫.૨ અબજ ડોલરનો વધારો થયો છે.

ત્રીજા સ્‍થાને એમેઝોનના જેફ બેઝોસ છે જેઓ ૧૨૮ અબજ ડોલરની સંપત્તિ ધરાવે છે, જ્‍યારે ઓરેકલના માલિક લેરી એલિસન ૧૧૪ અબજ ડોલરની સંપત્તિ સાથે ચોથા સ્‍થાને છે. વોરન બફેટ પાંચમા ક્રમે અને બિલ ગેટ્‍સ છઠ્ઠા ક્રમે છે. આ લિસ્‍ટમાં રિલાયન્‍સના મુકેશ અંબાણી હવે ૧૦મા ક્રમ પર છે. તેમની સંપત્તિમાં આજે ૧.૨૦ અબજ ડોલરનો ઘટાડો થયો છે અને હવે ૮૨.૬ અબજ ડોલરની નેટવર્થ ધરાવે છે.

ગૌતમ અદાણીએ તેનો ૨૦ હજાર કરોડ રૂપિયાનો એફપીઓ રદ કરવાની જાહેરાત કરી ત્‍યાર પછી તેના શેરોને ફટકો પડ્‍યો છે. કેટલીક ગ્‍લોબલ નાણાકીય સંસ્‍થાઓ અદાણીની અમુક કંપનીઓના બોન્‍ડ કે સિકયોરિટીને લોનના જામીન તરીકે સ્‍વીકારવા તૈયાર નથી. ક્રેડિટ સુઈસે અદાણીના બોન્‍ડને માર્જિન લોનના કોલેટરલ તરીકે લેવાની ના પાડી ત્‍યાર પછી સિટી ગ્રૂપે પણ આવો નિર્ણય લીધો છે. પરિણામે આજે અદાણી ગ્રૂપના તમામ શેરોમાં પાંચથી ૧૦ ટકા સુધી ઘટાડો જોવા મળ્‍યો છે.

Related posts

આખરે ભારતે પાકિસ્તાન પર વળતો પ્રહાર કર્યો છે. ભારતીય સશસ્ત્ર દળોએ ‘ઓપરેશન સિંદૂર’ હેઠળ પાકિસ્તાનની અંદર ૯ સ્થળો પર મોટો હુમલો

Ahmedabad Samay

કોરોના ને લઈ WHOનો એપ્રિલ માસનો ચોંકાવનારો રિપોર્ટ

Ahmedabad Samay

મધ્ય પૂર્વ (Middle East) માં પરિસ્થિતિ હવે કાબૂ બહાર જઈ રહી હોય તેવું લાગી રહ્યું, ત્રીજા વિશ્વ યુદ્ધના ભણકાર

Ahmedabad Samay

ભારતના યોગેશ કથુનિયાએ ટોક્યો પેરાલિમ્પિક્સમા F56 ડિસ્ક થ્રોમા મેડલ મેળવ્યો

Ahmedabad Samay

આજકાલ ઇઝરાયેલના ડી૯આર આર્મડ બુલડોઝરની(ટેડી બેર બુલડોઝર) ચર્ચા ખૂબ ચાલી રહી છે

Ahmedabad Samay

ઇટાલીના G20 સમિટમાં પીએમ મોદીને સેન્ટર સ્ટેજ મળ્યું.

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો