August 13, 2026
ગુજરાત

વડોદરા – વૃદ્ધાના મોત બાદ પશુ માલિકની થઈ ધરપકડ, ગંભીર ઘટનાથી સ્થાનિકોમાં પણ આક્રોશ

રખડતા ઢોરના કારણે વડોદરામાં વૃદ્ધાનું મોત બાદ તંત્ર એક્શનમાં આવ્યું છે. પરીવારજનો દ્વારા પશુ માલિક સામે ફરીયાદ કરવામાં આવતા તેની ધરપકડ કરવામાં આવી છે. સ્થાનિકોમાં પણ રખડતા ઢોરના કારણે લોકોના જીવ જતા આક્રોસ જોવા મળી રહ્યો છે. રખડતા પશુઓના કારણે સ્થિતિ ગંભીર બની રહી છે. સતત રોડ પર રખડતા ઢોર સતત જોવા મળી રહ્યા છે. ત્યારે વૃદ્ધાના મોત બાદ સ્થાનિકચ ધારાસભ્ય અને પૂર્વ મેયર કેયૂર રોકડીયા દ્વારા કડક કાર્યવાહી કરવા આદેશ કર્યો છે.

વડોદરા કોર્પોરેશન સામે પણ રખડતા ઢોર સતત જોવા મળતા લોકોમાં આક્રોસ જોવા મળી રહ્યો છે. ત્યારે ગઈકાલે આ મામલે કોર્પોરેશનના ઢોર અંકુશ વિભાગ દ્વારા પણ કડક કાર્યવાહી કરવામાં આવી હતી અને રખડતા ઢોર પકડવામાં આવ્યા હતા.ટ ગાયના માલિક કરણ રબારીની ધરપકડ કરવામાં આવી હતી. આ ઉપરાંત પ્રાપ્ત વિગતો અનુસાર ઢોર માલિકના ઘરના તમામ વોટર કનેક્શન તેમજ ડ્રેનેજ કનેક્શન કાપવામાં આવી શકે છે.

રખડતા ઢોરને લઈને અમદાવાદ, સુરત, વડોદરા તેમજ સૌરાષ્ટ્ર સહીતના મહાનગરપાલિકા વિસ્તારમાં આ મામલે કાર્યવાહી કરવામાં આવી રહી છે. છતાં પણ રખડતા ઢોરના કારણે લોકોના જીવ જઈ રહ્યા છે. અમદાવાદમાં વૃદ્ધાનું મોત ઢોરની અડફેટે આવતા તાજેતરમાં જ થયું છે. ત્યારે અમદાવાદમાં પણ ઢોર માલિક સામે ગુનો દાખલ કરાયો છે.

Related posts

અમદાવાદ: આજથી રાજ્યભરમાં નવા જંત્રી દરનો અમલ શરૂ, અગાઉના વ્યવહારોને લીધે મોટાભાગના દસ્તાવેજો જૂના દરે જ નોંધાશે

admin

રક્ષકજ બન્યો ભક્ષક, પોલીસના ત્રાસથી યુવકે કરી આત્મહત્યા

Ahmedabad Samay

જીસીએસ મેડિકલ કોલેજ ખાતે અદ્યતન ઓડિટોરિયમનું ઉદ્દઘાટન કરાયું

Ahmedabad Samay

અમદાવાદ એરપોર્ટ પર વિમાનોના 6 પાર્કિંગ વધારવામાં આવશે, કુલ થશે 48 જેટલા પાર્કિંગ

Ahmedabad Samay

સુરત શહેરમાં રસ્તા પર હાથમાં બંદૂક અને સિગરેટ રાખીને વીડિયો બનાવતા બે શખ્સની ધરપકડ કરવામાં આવી

Ahmedabad Samay

હોમગાર્ડ જવાનોની નિવૃત્તિ વયમર્યાદામાં ત્રણ વર્ષનો વધારો કરવા અંગે એક મહત્વપૂર્ણ નિર્ણય

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો