November 18, 2025
ટ્રેન
ગુજરાત

દિવાળી તહેવાર નિમિત્તે સાબરમતી-હરિદ્વાર અને ગાંધીધામ-બાંદ્રા ટર્મિનસ વચ્ચે સ્પેશિયલ ટ્રેનો

પશ્ચિમ રેલવે દ્વારા આગામી દિવાળી અને છઠ પૂજાના તહેવારોને ધ્યાનમાં રાખીને મુસાફરોની માંગ અને સુવિધાને પહોંચી વળવા માટે સાબરમતી-હરિદ્વાર અને ગાંધીધામ-બાંદ્રા ટર્મિનસ વચ્ચે સ્પેશિયલ ટ્રેનો વિશેષ ભાડા પર ચલાવવાનો નિર્ણય લીધો છે.

ટ્રેન નં. 09425 સાબરમતી-હરિદ્વાર સ્પેશિયલ 15 ઓક્ટોબર 2025 થી 29 નવેમ્બર 2025 સુધી દર બુધવાર અને શનિવારે સાબરમતીથી 08.50 વાગ્યે ઉપડશે અને બીજા દિવસે 05.30 વાગ્યે હરિદ્વાર પહોંચશે. તેવી જ રીતે, ટ્રેન નં. 09426 હરિદ્વાર-સાબરમતી સ્પેશિયલ 16 ઓક્ટોબર 2025 થી 30 નવેમ્બર 2025 સુધી દર ગુરુવાર અને રવિવારે હરિદ્વારથી 21:40 વાગ્યે ઉપડશે અને બીજા દિવસે 21:30 વાગ્યે સાબરમતી પહોંચશે. માર્ગમાં બન્ને દિશાઓમાં આ ટ્રેન મહેસાણા, પાલનપુર, આબુરોડ, ફાલના, મારવાડજંક્શન, અજમેર, કિશનગઢ, જયપુર, ગાંધીનગરજયપુર, દૌસા, અલવર, રેવાડી, ગુડગાંવ, દિલ્હી કેન્ટ, દિલ્હી,ગાઝિયાબાદ, મેરઠ, મુઝફ્ફરનગર અને રૂડકી સ્ટેશનો પર ઉભી રહેશે. આ ટ્રેનમાં એસી 3 ટાયર ક્લાસ ના કોચ હશે.

ટ્રેન નં. 09472 ગાંધીધામ – બાંદ્રા ટર્મિનસ સુપરફાસ્ટ સ્પેશિયલ 13 ઓક્ટોબર 2025 થી 10 નવેમ્બર 2025 સુધી દર સોમવારે ગાંધીધામથી 20.20 વાગ્યે ઉપડશે અને બીજા દિવસે 09.45 વાગ્યે બાંદ્રા ટર્મિનસ પહોંચશે. તેવી જ રીતે, ટ્રેન નં. 09471 બાંદ્રા ટર્મિનસ – ગાંધીધામ સુપરફાસ્ટ સ્પેશિયલ 14 ઓક્ટોબર 2025 થી 11 નવેમ્બર 2025 સુધી દર મંગળવારે બાંદ્રા ટર્મિનસથી 12.30 વાગ્યે ઉપડશે અને બીજા દિવસે 01.30 વાગ્યે ગાંધીધામ પહોંચશે. માર્ગમાં બન્ને દિશાઓમાં આ ટ્રેન સામાંખ્યાલી, હળવદ, અમદાવાદ, વડોદરા, સુરત, વાપી અને બોરીવલી સ્ટેશનો પર ઉભી રહેશે. આ ટ્રેનમાં એસી 2 ટાયર, એસી 3 ટાયર, સ્લીપર ક્લાસ અને સેકન્ડ ક્લાસ ના કોચ હશે.

ટ્રેન નંબર 09425, 09472 અને 09471 માટે બુકિંગ 12 ઓક્ટોબર, 2025 થી પેસેન્જર રિઝર્વેશન સેન્ટરો અને IRCTC વેબસાઇટ પર શરૂ થશે. ટ્રેનના સમય, સ્ટોપેજ અને સંરચના અંગે વિગતવાર માહિતી માટે, મુસાફરો http://www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લઈ શકે છે

Related posts

ઉત્તર ભારતીય વિકાસ પરિષદ દ્વારા ઉત્તર ભારતીય બિઝનેસ નેટવર્ક નું ગ્રાન્ડ લોન્ચિંગ કરાયું

Ahmedabad Samay

અમદાવાદમાં બે દિવસ આંતરરાષ્ટ્રીય ચિલ્ડ્રન ફિલ્મ ફેસ્ટિવલ યોજાશે

Ahmedabad Samay

અમદાવાદમાં પાર્સલના બહાને ફિલિપિન્સના વિદ્યાર્થીને લૂંટનારા 4 આરોપીને પોલીસે ઝડપી પાડ્યા

Ahmedabad Samay

અસારવા વિસ્તારમાં ના  બ્રહ્મચારી ના ડેલામાં પ્રજાસત્તાક દિનની ઉજવણી કરવામાં આવી

Ahmedabad Samay

રોડ ઉપર પતંગ ઉડાડવા પર પ્રતિબંધ તેમજ ઉડતી પતંગો પકડી પણ શકાશે નહિં

Ahmedabad Samay

આ વર્ષની અખાત્રીજે બની રહ્યા છે શુભ મુહુર્ત

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો