August 20, 2026
અપરાધ

મોડાસા-ધનસુરા રોડ પર વિચિત્ર અકસ્માત સર્જાયો, બસ પાછળ એક કાર ચોંટી ગઈ પાછળ આવતી કાર ઘુસી જતા ટ્રાફિકજામ

અરવલ્લી જીલ્લામાં અકસ્માતની ઘટનાઓની હારમાળા સર્જાઈ હોય તેમ સતત અકસ્માતની ઘટનાઓ બહાર આવે છે મોડાસાના દલીલપુર ગામ નજીક એસટી બસ પાછળ ધડાધડ બે કાર ભટકાઈ જતા ટ્રિપલ અકસ્માત સર્જાતા લોકો દોડી આવ્યા હતા અકસ્માતના પગલે ટ્રાફિકજામ સર્જાયો હતો સદનસીબે અકસ્માતમાં જાનહાની ટળતા લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો બંને કારનો કડૂચાલો વળી ગયો હતો

મોડાસા-ધનસુરા રોડ પર સાંકળી પુલ વિસ્તાર અકસ્માત ઝોન તરીકે જાણીતો છે દલીલપુર ગામના હનુમાન મંદિર નજીક મોડાસા તરફ આવતી એસટી બસ પાછળ એક કાર ઘુસી જતા પાછળ આવતી કાર ધડાકાભેર કાર સાથે ભટકતા ટ્રિપલ અકસ્માત સર્જાયો હતો અકસ્માતમાં કારમાં સવાર લોકોને નાની-મોટી ઇજા પહોંચી હતી વિચિત્ર અકસ્માતના પગલે વાહન વ્યવહાર થંભી ગયો હતો લોકોના ટોળેટોળા ઉમટતા ટ્રાફિક જામ સર્જાયો હતો પોલીસ દોડી આવી ટ્રાફિકજામ પૂર્વરત કરાવ્યો હતો

અરવલ્લી જિલ્લાના અલગ અલગ વિસ્તારોમાં છાશવારે અકસ્માતની ઘટનાઓ ઘટતી હોય છે ત્યારે અકસ્માતની ઘટનાઓને કેવી રીતે નિવારી શકાય તેવા પ્રયાસો પોલિસ તંત્ર અને આરટીઓ વિભાગ દ્વારા કરવામાં આવે તે ખૂબ જ જરૂરી બને છે.

Related posts

જૈશ-એ-મોહમ્મદના એક આતંકવાદીની દિલ્હીમાંથી ધરપકડ

Ahmedabad Samay

પોલીસ કોન્સ્ટેબલે લાંચ સહિત દિવાળી બોનસની પણ ઉઘરાણી કરતા ACB ના હાથે ઝડપાયો

Ahmedabad Samay

અમદાવાદના નિકોલ વિસ્તારમાં હથિયારની ડાઇ તેમજ સ્પેરપાર્ટસ બનાવતી ફેક્ટરી ઝડપાઇ

Ahmedabad Samay

ચંદીગઢ એરપોર્ટ પર બીજેપી સાંસદ અને અભિનેત્રી કંગના રનૌતને CISF મહિલા કોન્સ્ટેબલે થપ્પડ માર્યો, કોન્સ્ટેબલની ધરપકડ કરાઇ

Ahmedabad Samay

છોકરીઓ થી હેરાન પરેશાન છે આ દેશના છોકરાઓ

Ahmedabad Samay

શિક્ષણ વિભાગમાં પકડાયું મોટું કૌભાંડ, લાખોનું કર્યું કૌભાંડ

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો