સોલા પોલીસ બાપુનગર હીરાવાડી ચાર રસ્તા પાસે શિલ્પ રેસિડન્સીમાં રહેતાં ચિરાગ બળદેવ પટેલને તેના ઘરેથી પકડી ચાંદલોડિયા પોલીસ ચોકી લઈ જતી હતી. તે સમયે ચિરાગના મોબાઈલ ફોન પર તેની બહેન સ્નેહલ મોહિત જોષીનો ફોન આવ્યો હતો. આ બહેનએ પોલીસ સાથે વાત કરતા ધમકી આપી કે, તમે ચિરાગને પકડ્યો છે,તમે જ્યાં છો ત્યાં આવી હું તમારી ચરબી ઉતારું છું.’ આ રીતે ધમકી બાદ મહિલા અન્ય લોકો સાથે ચાંદલોડિયા પોલીસ ચોકીમાં ભાઈને છોડાવવા પહોંચી હતી. મહિલા સહિતના લોકોએ અપશબ્દો બોલી પોલીસ સાથે ઝપાઝપી કરી અને ચોકીમાં પડેલી ખુરશી પણ તોડી નાંખી હતી
પોલીસે ચિરાગની તપાસ, પૂછપરછ અને કોરોના ટેસ્ટ અંગે કાર્યવાહી કરી હતી. તે સમયે ત્રણ મહિલા અને એક યુવક ચાંદલોડિયા પોલીસ ચોકી પર પહોંચ્યાં હતાં. ચારેય જણાં તમે ચિરાગને કેમ પકડ્યો તેમ કહેવા લાગ્યા હતાં. પોલીસ હકીકત સમજાવતા ચારેય જણાએ એ અમારે નહીં જોવાનું તેમ કહી ચાલ ચિરાગ તને કોણ પકડે છે એ અમે જોઈએ છીએ તેમ જણાવ્યું હતું. આથી, ચિરાગ પણ ઉભો થઇ ભાગવાના પ્રયાસમાં હતો.
સોલા પોલીસે આ મામલે ત્રણ મહિલા સહિત પાંચ લોકો વિરૂદ્ધ આરોપીને ભગાડવાનો પ્રયાસ, સરકારી કર્મચારી પર હુમલો તેમજ કામગીરીમાં દખલ અને સરકારી મિલકતના નુકશાન અંગે તમામ વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે.