બૉલીવુડ અભિનેતા શાહરૂખના પુત્ર આર્યનના આજે હાઈકોર્ટે જામીન મંજુર કર્યા છે. આર્યનની અરજી પર બે દિવસથી હાઇકોર્ટમાં સુનાવણી ચાલી રહી હતી.
સુપર સ્ટાર શાહરૂખ ખાનના પુત્ર આર્યન ખાનને આજે 25 દિવસ બાદ જામીન મળી ગયા છે. આર્યનની સાથે સાથે અરબાઝ અને મુનમુન ધનેચાને પણ જામીન પર છોડવામાં આવયા.
બોમ્બે હાઇકોર્ટમાં જામીનને લઇને ગત ત્રણ દિવસમાં સુનાવણી ચાલી રહી હતી. આજે આ મામલે નિર્ણય આવી ગયો છે અને જામીનવાળા નિર્ણય પર કોર્ટની વિસ્તૃત કોપી આવતીકાલે આવશે.
ASG ની દલીલ પર મુકલ રોહતગીનો જવાબ ASG અનિલ સિંહની દલીલનો જવાબ આપતાં કોર્ટમાં આર્યન ખાનના વકીલ મુકુલ રોહતગીએ કહ્યું- આર્યન- અરબાઝ સાથે હતો પરંતુ ખબર ન હતી કે અરબાઝ પાસે ડ્રગ્સ હતું. આર્યન ખાનને કોઇ કાવતરું કર્યું નથી. કાવતરાને સાબિત કરવા માટે પુરતા પુરાવા હોવા જોઇએ. કાવતરું સાબિત કરવું મુશ્કેલ છે પરંતુ પુરવાનું શું? માનવ અને ગાબા આર્યન ખાનને ઓળખતા હતા પરંતુ તેમની ધરપકડ કરવામાં આવી ન હતી.