August 8, 2026
અપરાધ

ડીસા ગુલબાણીનગર સોસાયટીમાં આખલાએ હડફેટે લેતા એક મહીલા ગંભીર રીતે ઇજાગ્રસ્ત..

ડીસા ગુલબાણીનગર સોસાયટીમાં આખલાએ હડફેટે લેતા એક મહીલા ગંભીર રીતે ઇજાગ્રસ્ત..

ડીસામાં રખડતા પશુઓના આતંક ની વધુ એક ઘટના સામે આવી છે જેમાં પોતાના ઘરે ચાલીને જઈ રહેલી એક મહિલાને આખલાએ અડફેટે લેતા ગંભીર ઇજા પહોંચી હતી. ઈજાગ્રસ્ત મહિલાને સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં ખસેડાઇ છે ડીસા શહેરમાં છેલ્લા ઘણા સમયથી રખડતા પશુઓના આતંકની ઘટનાઓ ખૂબ જ વધી ગઈ છે જેમાં આજે ગુલાબાણી નગર વિસ્તારમાં પણ 48 વર્ષીય અલકાબેન જગદીશભાઈ સોની પોતાના ઘર તરફ ચાલીને જઈ રહ્યા હતા તે સમયે અચાનક જ આખલાએ અલકાબેનને અડફેટે લઈ જમીન પર પછાડ્યા હતા. ઘટનાને પગલે આજુબાજુના લોકો દોડી આવ્યા હતા અને ગંભીર રીતે ઇજાગ્રસ્ત મહિલાને સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં ખસેડ્યા હતા.બનાવ ની જાણ થતાં મહિલા પરિવાર જનો પણ આવી પહોંચ્યા હતા. અલકાબેન ને માથાના ભાગે અને પગના ભાગે ગંભીર ઇજા પહોંચતા હાલમાં તેઓ સારવાર હેઠળ છે ઉલ્લેખનીય છે કે ડીસા શહેરમાં રખડતા પશુઓની સમસ્યા માં દીન પ્રતિદિન વધારો થઈ રહ્યો છે જેના કારણે નાયબ કલેકટરે પણ શહેરમાં 12 જેટલી જગ્યા ઉપર જાહેરમાં ઘાસચારો નાખવા પર પ્રતિબંધ ફરમાવ્યો છે તેમ છતાં પણ ઠેર ઠેર જાહેર માર્ગમાં ઘાસચારો નાખતા રખડતા પશુઓ રસ્તા પર ચાલતા લોકોને અડફેટે લઈ રહ્યા છે અને અનેક વાર નાના મોટા અકસ્માતો સર્જાતા રહે છે ત્યારે રખડતા પશુઓની સમસ્યામાંથી ડીસા વાસીઓને જલ્દી છૂટકારો મળે તેવી કાર્યવાહી કરવા ની લોકોની માંગ છે

Related posts

ચૂંટણી ટાણે રામોલ પોલીસે રૂ. ૧.૩૪ કરોડની રોકડ રકમ સાથે યુવકની ધરપકડ કરી

Ahmedabad Samay

ખોખરા વિસ્તારમાં પ્લાસ્ટિક ની ટાંકી મા યુવતી ની લાશ મળી આવતા ચકચાર મચી જવા પામી

Ahmedabad Samay

મેઘાણીનગરમાં જાહેરમાં થઈ હત્યા, રીંકુ ઉર્ફે ટમાટરે જાહેરમાં કરી હત્યા

Ahmedabad Samay

અમદાવાદમાં પાર્સલના બહાને ફિલિપિન્સના વિદ્યાર્થીને લૂંટનારા 4 આરોપીને પોલીસે ઝડપી પાડ્યા

Ahmedabad Samay

પતિએ મકાન લેવામાં થોડી રાહ જોવાનું કહેતા પત્નિએ પુત્રી સાથે ઝેર ગટગટાવ્યું: પત્નીનું મૃત્યુ, પુત્રીની હાલત ગંભીર

Ahmedabad Samay

પ્રાંતિજ ના ઝીઝવાની દિકરીએ પતિ સાસુ-સસરા સામે પોલીસ ફરિયાદ કરી

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો