December 3, 2024
અપરાધગુજરાત

સફરજન બોક્ષની આડમાં વિદેશી દારૂ લઇ જતા ઝડપાયું, રૂ.૩૦.૩૦ લાખનો મુદ્દા માલ જપ્ત

અમદાવાદની સોલા પોલીસ દ્વારા સઘન ચેકિંગ દરમિયાન બાતમીના આધારે એસ.પી રિંગરોડ પાસે પાર્થ પાર્ટી પ્લોટ પાસેથી કાશ્મીરથી આવેલા સફરજનના બોક્સ ભરેલી ટ્રક ચેકીંગ માટે રોકવામાં આવી હતી અને ચેકીંગ કરતા ટ્રકમા સફરજનના બોક્સ જોવા મળ્યા હતા પરંતુ પોલીસે બાતમી આધારે ચેકીંગ કરતા સફરજન બોક્સની આડમાં અંગ્રેજી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. સોલા પોલીસે ટ્રકમાં સવાર બરકતખાન સલીમખાન સિંધી, તાહરખાન નુરાખાન સિંધી, ફોટાખાન રમદાનખાન સિંધી અને લશમનસિંહ રાજપૂતની ધરપકડ કરી હતી, વધુ તપાસ કરતા જાણવા મળ્યું હતું કે ત્રણે કોનારા ગામ, જિલ્લો બાડમેર, રાજસ્થાનના રહેવાસી છે.

પોલીસને વધુ તપાસમાં જાણવા મળ્યુ કે આરોપીઓ રાજસ્થાનથી અંગ્રેજી દારૂનો જથ્થો લઈને આવ્યા હતા. સફરજનના બોક્સની આડમાં છુપાવેલો દારૂનો જથ્થો પોલીસની નજરે છુપાવી લઇ જવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ બાતમીના આધારે આરોપીઓ ઝડપાઇ ગયા હતા. પોલીસે અંગ્રેજી દારૂની ૨૭૦૦ નંગ બોટલ રૂ.૧૮.૮૦ લાખની, રૂ.૨૫૦૦૦ની રોકડ રકમ, ૦૫ મોબાઈલ ફોન રૂ.૪૭,૫૦૦ના અને રૂ.૧૦ લાખની ટ્રક મળી કુલ રૂ.30.30 લાખનો મુદ્દામાલ સોલા પોલીસે કબ્જે લીધો.

Related posts

Ahmedabad Samay

વટવા GIDC માં ભીષણ આગ,કેમિકલ ફેક્ટરીઓમાં ભીષણ આગ લાગતા અફરાતફરીનો માહોલ

Ahmedabad Samay

ઇન્દોરમાં હિન્દુ સંગઠનના લોકો પર પથ્થરમારોની ઘટના

Ahmedabad Samay

વિશ્વ થેલેસેમિયા દિવસ નિમિત્તે વેકસીન લીધા પહેલા જરૂર રક્તદાન કરો : ભૈરવી લાખાણી

Ahmedabad Samay

એસ.વાય.ભદોરીયા ને બનાવયા તાપી જિલ્લામાં બી.જે.પી ના મીડિયા કન્વીનર

Ahmedabad Samay

રાજકોટ સિવિલ હોસ્પિટલમાં બનતો જનાના વિભાગના કામમાં દાંડાઈ સામે આવતા સુપ્રિટેન્ડેન્ટને પીઆઇયુને નોટિસ ફટકારશે

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો