September 8, 2024
અપરાધગુજરાત

સાબરમતીમાં બુટલેગરો મસ્ત અને આમ જનતા ત્રસ્ત, વર્ષ વિતિગ્યું, આત્મહત્યા પણ કરી છતાં ન્યાયન મળ્યું

અમદાવાદ કાનૂન ની દ્રષ્ટિ એ અનોખો શહેર છે જ્યાં ન્યાય મેળવવા માટે લોકોને મહિનાવો કે વર્ષો વીતીજાય છે હા એક વાત ખાસ છે કે જો પોલીસનો વહીવટ કરી શકતા હોવતો અપરાધી હોવા છતાં તમને કોઇ કંઈપણ નહિ કરી જ શકે. આવુજ એક બનાવ અમદાવાદના સાબરમતી વિસ્તારમાં બનવા પામ્યું છે. સાબરમતી વિસ્તારમાં એક વર્ષ પહેલા મકાન લે વેચનનો બનાવ પોલીસના ચોપડે ચડ્યો હતો જે અંગે હજુ સુધી કોઈ કાયદાકીય પગલા લેવાયા નથી કે મદદ માટે ઠેર ઠેર ગુહાર લગાવી છતા ગરીબને ન્યાય માટે હજુ દર દર ભટકવુ પડેછે

ભાવિન શાહ.
ફરિયાદી.

અમદાવાદના સાબરમતી વિસ્તારમાં આવેલ પુષ્પમ સોસાયટીમાં રહેતા ભાવિન શાહે એક વર્ષ પહેલા પોતાનું મકાન વેહચવા કાઢ્યું હતું જે અંદાજીત ૧૦ લાખમાં મકાન  વેચાણ આપવાનું નક્કી થયું હતું દસ્તાવેજ પહેલા ૦૭ લાખ રકમ આપવામાં આવી હતી ત્યારે બાદ બાકીની રકમ ૦૩ લાખ રૂપિયા મકાનનો કબજો લીધાબાદ આપવાની ખાતરી કરવામાં આવી હતી ભાવિન શાહે વિશ્વાસ રાખી રકન બાકી રાખી અને કબજો મેળવ્યા બાદ ભાવિન શાહ દ્વારા બાકીની રકમ માંગતા બાકીની રકમ નહિ મળે જે થાય એ કરી લેજે કહેવામાં આવતા, ભાવિન શાહે પૈસાની જરૂરીયાત હોવાથી પૈસા ન મળતા ડિપ્રેશનમાં આવીને આપઘાત કરવામાં આવ્યું હતું સામે વાળું પક્ષ પૈસા રીતે મજબૂત અને બુટલેગર હોવાના કારણે પોલીસે સુસાઇડ નોટ હોવા છતા તે અંતર્ગત કાર્યવાહી ન કરી, ત્યારબાદ ભાવિન શાહ નો નિવેદ લેવા પોલીસ સ્ટેશનમાં બોલાવવામાં આવ્યા હતા ત્યાં સંપૂર્ણ ઘટનાની માહિતી આપતા બુટલેગર પટેલને બોલાવ્યા બાદ બાકીના પૈસા વિશે પૂછપરછ કરતા તે સાબિત ન કરીશકયો કે તેને બાકીની રકમ ચૂકવી છે. ત્યારબાદ પોલીસ ઇન્સપેક્ટર શ્રી દ્વારા બાકીના પૈસા આપવાનું જણાવ્યા છતાં આજ દિન સુધી પૈસા આપવામાં આવ્યા નથી, વહીવટી થઇ ગયા હોવાથી તે કેસ બાબતે કોઇ કોઇપણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવી નથી, ભાવિન શાહ દ્વારા પોલીસ કમિશનર શ્રી, મેયર શ્રી ને પણ અરજી કરી હોવા છતાં પોલીસ દ્વારા કોઈપણ કાયદાકીય કાર્યવાહી કરવામાં આવી નહિ અંતે તો ગુજરાતના મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીને પણ ભાવિન શાહ દ્વારા પત્ર લખીને જાણ કરી હોવા છતાં આ કેસને એક વર્ષ થઇ ગયો પરંતુ ગરીબ અને લાચાર પ્રજાને હજુ ન્યાય કોઇ અપાવી શક્યું નથી, જો આવીજ રીતે લોકો સાથે પોલીસ નું વર્તન થશે તો આમ જનતા ન્યાય માટે ક્યાં જશે ?

Related posts

અમદાવાદ: આનંદનગરમાં એક બંગલામાં બર્થ-ડે પાર્ટી નિમિત્તે દારૂની મહેફિલ માણતા 8 યુવાનો પકડાયા

admin

કોર્પોરેશન દ્વારા ફાયર NOC મુદ્દે વધુ ૫૪૨ હાઈરાઈઝ બિલ્ડીંગને નોટિસ ફટકારી

Ahmedabad Samay

સુરત પોલીસની PCR વાન નં. ૩૩ ની અદભુત કામગીરી, જાણ થતાના માત્ર ૦૬ મિનિટમાં જીવ બચાવ્યો

Ahmedabad Samay

ગુજરાતની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની તારીખો જાહેર

Ahmedabad Samay

એકતા એજ લક્ષ સંગઠન દ્વારા અમદાવાદ નું નામ કર્ણાવતી કરવા બાબતે અમદાવાદ કલેટર સાહેબ ને આવેદન પત્ર આપવામાં આવ્યું

Ahmedabad Samay

અમદાવાદ પર આતંકવાદી હુમલા થવાની શકયતા, અમદાવાદ પોલીસ અલર્ટ

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો