September 22, 2026
ગુજરાતઅપરાધ

મોરબી : રાજપર રોડ પર રૂમમાં ગુપ્ત ભોયરું બનાવી દારૂ છુપાવ્યો’તો, પોલીસે કીમિયો નિષ્ફળ બનાવ્યો

મોરબી : રાજપર રોડ પર રૂમમાં ગુપ્ત ભોયરું બનાવી દારૂ છુપાવ્યો’તો, પોલીસે કીમિયો નિષ્ફળ બનાવ્યો

એલસીબી ટીમે રેડ કરીને ૪.૬૯ લાખનો દારૂનો જથ્થો ઝડપી લીધો

મોરબી નજીક રાજપર રોડ પર નામચીન આરોપીએ રૂમમાં ગુપ્ત ભોયરું બનાવી ઈંગ્લીશ દારૂનો જથ્થો છુપાવી રાખ્યો હોય જ્યાં સ્થળ પર રેડ કરીને એલસીબી ટીમે ઈંગ્લીશ દારૂ અને બીયરનો જથ્થો જપ્ત કરી કુલ ૪.૬૯ લાખનો મુદામાલ ઝડપી લીધો છે અને આરોપીને ઝડપી લેવા તપાસના ચક્રો ગતિમાન કર્યા છે

મોરબી એલસીબી ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન મોરબી રાજપર રોડ પર મારૂતિ સુઝુકી વર્કશોપ પાછળ આવેલ ઓમ સાંઈ લાઈટ સામે આરોપી દિગ્વિજયસિંહ જાડેજાના કબ્જા વાળા રૂમમાં ગુપ્ત ભોયરું બનાવી ઈંગ્લીશ દારૂનો જથ્થો છુપાવી રાખી વેચાણ કરતો હોવાની બાતમી મળતા એલસીબી ટીમે રેડ કરી હતી જેમાં રૂમમાં બનાવેલ ગુપ્ત ભોયરામાંથી પોલીસે દારૂ અને બીયરનો મોટો જથ્થો ઝડપી લીધો હતો

જ્યાં સ્થળ પરથી પોલીસે જે એન્ડ બી વ્હીસ્કી બોટલ નંગ ૧૧૮ કીમત રૂ ૨,૩૬,૦૦૦ બેલેનટાઈન સ્કોચ-વ્હીસ્કી બોટલ નંગ ૪૮ કીમત રૂ ૯૬,૦૦૦ જોનીવોકર બ્લેક લેબલ સ્કોચ-વ્હીસ્કી બોટલ નંગ ૪૮ કીમત રૂ ૯૬,૦૦૦ જેમ્સન આઈરીસ વ્હીસ્કી બોટલ નંગ ૧૨ કીમત રૂ ૨૪,૦૦૦ અને બ્લેન્ડર્સ પ્રાઈડ વ્હીસ્કી બોટલ નંગ ૧૮ કીમત રૂ ૧૫,૩૦૦ તેમજ બીયર નંગ ૨૪ કીમત રૂ ૨૪૦૦ મળીને કુલ રૂ ૪,૬૯,૭૦૦ નો મુદામાલ જપ્ત કર્યો છે અને આરોપી દિગ્વિજયસિંહ ઉર્ફે દિગુભા છત્રસિંહ જાડેજા રહે શકત શનાળા નીતિનનગર સોસાયટી મોરબી વાળા વિરુદ્ધ એ ડીવીઝન પોલીસ મથકમાં ગુનો નોંધી વધુ તપાસ ચલાવી છે

જે કામગીરીમાં એલસીબી પીઆઈ ડી એમ ઢોલ, પીએસઆઈ કે જે ચૌહાણ, એન એચ ચુડાસમા, એ ડી જાડેજા, એલસીબી ટીમના નીરવભાઈ મકવાણા, ભગીરથસિંહ ઝાલા, ભરતસિંહ ડાભી, રામભાઈ મંઢ તેમજ પેરોલ ફર્લો સ્કવોડ અને ટેકનીકલ ટીમનો સ્ટાફ જોડાયેલ હતો

Related posts

શ્રી હાંડેના મહોલ્લાના મરાઠા પંચ દ્વારા વિદ્યાર્થીઓ માટે ફુલસ્કેપ ચોપડા ઉપક્રમ કરવામાં આવ્યું

Ahmedabad Samay

અમદાવાદ: વરસાદ અંગે મહત્ત્વના સમાચાર, ઓગસ્ટ-સપ્ટેમ્બરમાં સામાન્યથી ભારે વરસાદની આગાહી, 207 જળાશયમાં 70.87 ટકા જળસંગ્રહ

Ahmedabad Samay

હાર્દિકભાઈ પટેલે: નળકાંઠા વિસ્‍તારની સગર્ભા બહેનોને ત્રણ સોનોગ્રાફી અને ડોક્‍ટર તપાસ નિઃશુલ્‍ક કરી આપવામાં આવશે.

Ahmedabad Samay

વીરોને વંદન, માટીને નમન – અમદાવાદમાં ગવર્મેન્ટ પોલિટેક્નિક કેમ્પસમાં થશે શહીદ વનનું નિર્માણ

Ahmedabad Samay

ઘાટલોડિયામાં આવેલ એક ફેકટરીમાં ૦૩ લોકોના થયા મૃત્યુ

Ahmedabad Samay

અમદાવાદમાં 28મીએ IPLની ફાઈનલ, એ જ દિવસે જ કમોસમી વરસાદ ક્રિકેટ પ્રેમીઓની મજા બગાડી શકે છે

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો