September 22, 2026
રાજકારણ

ભાજપના સ્થાપના દિને અમિત શાહ આવશે ગુજરાત, મત વિસ્તારમાં સમીક્ષા બેઠક કરશે

કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ ફરી એકવાર ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. 6 એપ્રિલના રોજ તેમનો ગુજરાતનો પ્રવાસ યોજવામાં આવશે. અમિત શાહનો આ પ્રવાસ  6 એપ્રિલના રોજ યોજાવા જઈ રહ્યો છે આ દિવસે ગુજરાતનો સ્થાપના દિવસ પણ છે ત્યારે અમિત શાહ આ મહત્વના દિવસે ગુજરાતમાં હાજર રહેશે.

  • 6 એપ્રિલે શાહ આવશે ગુજરાત
  • ભાજપના સ્થાપના દિને વતનના પ્રવાશે
  • અમદાવાદમાં અધિકારીઓ સાથે યોજશે બેઠક
  • મત વિસ્તારના કામોને લઈને કેટલાક આદેશ આપી શકે છે

કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહનો પ્રવાસ અમદાવાદમાં યોજાયો હતો. તેમણે શિવાનંદ આશ્રમમમાં યોજાયેલી હિન્દુ સંગઠનની બેઠકમાં ભાગ લીધો હતો. જેમાં આરએસએસ વડા મોહન ભાગવત પણ હાજર રહ્યા હતા. આ ઉપરાંત તેઓ ફરી એકવાર ગુજરાતના પ્રવાસે 6 એપ્રિલના રોજ આવી રહ્યા છે. લોકસભા તેમનો મત વિસ્તાર છે ત્યારે મતવિસ્તારમાં કેટલાક જરુરી સૂચનો અધિકારીઓ અને પદાધિકારીઓને તેમના દ્વારા આપવામાં આવશે. અમદાવાદમાં કોર્પોરેશન અને જિલ્લાના અધિકારીઓ-હોદ્દેદારો સાથે સમીક્ષા બેઠક કરશે. આ સાથે તેમના મત વિસ્તારને લઈને કેટલાક મહત્વના સૂચનો અમિત શાહ દ્વારા કરવામાં આવશે.

6 એપ્રિલના રોજ ભાજપનો સ્થાપના દિન છે ત્યારે ગુજરાતના કાર્યક્રમોમાં પણ તેમની હાજરી રહેશે. સાળંગપુર કષ્ટભંજન દેવના દર્શન પણ આ દિવસે અમિત શાહ કરશે. આમ તેમના વિવિધ કાર્યક્રમો 6 એપ્રિલના રોજ યોજવામાં આવશે. આ દિવસે પીએમ મોદીનું વર્ચ્યુઅલ સંબોધન દેશભરમાં હોઈ શકે છે. આ સિવાય અન્ય પ્રકારના કાર્યક્રમો પણ રાજ્ય સ્તરના રહેશે.

Related posts

મોટો રાજકીય અપસેટ  ભાજપના અભેદ ગઢ ગણાતા ખાડિયા વોર્ડમાં શરમજનક હાર, કોંગ્રેસની પેનલ જીતી

Ahmedabad Samay

કેન્દ્રીય મંત્રી પ્રહલાદ જોશીને શિક્ષણ મંત્રાલયનો વધારાનો હવાલો સોંપ્યો, જાણો નવા શિક્ષણ મંત્રી કેટલું ભણેલા

Ahmedabad Samay

યોગી સરકારએ આગ્રાના મુગલ મ્યૂઝિયમનું નામ બદલયું હવે શિવાજીના નામથી ઓળખાશે

Ahmedabad Samay

૧૦,૦૦૦ ઓછી આવક વાળા શ્રમિકો માટે ફરી યુ-વીન કાર્ડ યોજના શરૂ

Ahmedabad Samay

અમદાવાદ જિલ્લા ભાજપના નવા સંગઠન માળખાની જાહેરાત કરાઇ

Ahmedabad Samay

વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ પર જાણીએ તેમના અત્યાર સુધીના ઐતિહાસિક નિર્ણયો

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો