February 10, 2025
અપરાધગુજરાત

ગુજરાતમાં લવ જેહાદનો વધુ એક કિસ્સો આવ્યો સામે,વિદેશ લઈ જવાની લાલચ આપી લવ જેહાદમાં ફસાવ્યાની ચોંકાવનારી ઘટના સામે આવી

વિદેશ લઈ જવાની લાલચ આપી લવ જેહાદમાં ફસાવ્યાની નડિયાદમાં ચોંકાવનારી ઘટના સામે આવી છે. વિધર્મી યુવકે યુવતીને પ્રેમજાળમાં ફસાવી 4 માસ સુધી ઓરડીમાં ગોંધી રાખી હવસનો શિકારી બનાવી હતી. જેમાં હાલ પોલીસે 10 લોકો સામે ફરિયાદ નોંધી છે. નડિયાદ શહેરમાં રહેતી અને નર્સિગ ભણેલી યુવતી લવ જેહાદનો શિકાર બની છે. યુવતીની માતા જ્યાં નોકરી કરતી હતી તે જ વિસ્તારમાં રહેતા વિધર્મી યુવક યાસર ખાને ઇન્સ્ટાગ્રામ પર ફ્રેન્ડ રિક્વેસ્ટ મોકલી મિત્રતા કેળવી હતી. ત્યાર બાદ ફક્ત 3 દિવસમાં યુવતીને આણંદની એક કોફી શોપમાં મળવા બોલાવી પ્રેમજાળમાં ફસાવી વિદેશ જવાની ઘેલછા જાણી હતી. ત્યાર બાદ આરોપીએએ કહ્યું કે હું તારી સાથે લગ્ન કરીશ અને તને વિદેશ લઈ જઇશ. પ્રેમજાળમાં ફસાવ્યા બાદ જુદા જુદા સ્થળો પર લઈ જઈ યુવતી પર દુષ્કર્મ ગુજાર્યું હતું.

આરોપી યાસરે યુવતીને કહ્યું કે તું તારા માતા પિતાને પોલેન્ડ નોકરીએ જવાનું છે તેમ કહીં 5 લાખ લઈ આવ. પછી આપણે બંને દુબઈ જઈ લગ્ન કરી લઈશું. પ્રેમમાં અંધ યુવતી 5 લાખ લઈ આવી પછી યુવકે યુવતીને એકલી દુબઈ મોકલી દીધી અને દેહવેપાર ચાલે તેવી હોટેલમાં ઉતારો આપ્યો હતો. પરંતુ દુબઈમાં એક ભારતીય વેઈટરે યુવતીને અહીંથી તાત્કાલિક નીકળી જવાનું કહેતાં યુવતી ત્યાંથી ભાગી હતી અને 15 દિવસ ભટકતી રહી હતી. યુવતીએ ગમે તેમ કરી પોતાને પરત લઈ જવાનું કહેતાં યુવકે ટિકિટ મોકલી તેને ભારત બોલાવી લીધી હતી.

બીજી તરફ, યુવતીના માતા પિતાને એવું હતું કે તેમની દીકરી પોલેન્ડમાં છે. પણ નડિયાદમાં ચાર માસ સુધી એક રૂમમાં ગોંધાઈને યુવતી વિધર્મી યુવકના હવસનો શિકાર બનતી રહી હતી. યુવકે યુવતીને નડિયાદની એક સોસાયટીમાં ભાડે મકાન રાખીને ગોંધી રાખી હતી. યુવક ઘરેથી બહાર નીકળે ત્યારે ઘરની બહાર તાળુ મારીને જતો રહેતો, અને યુવતી આખો દિવસ ઘરમાં પૂરાઈ રહેતી. આખરે હેવાનિયતની હદ વટાવતા લવ જેહાદનો શિકાર બનેલી યુવતીએ ફરિયાદ નોંધાવતા આરોપીનો પર્દાફાશ થયો છે. જેમાં વિધર્મી પરિવારના 8 અને મદદ કરનાર 2 સહિત 10 સામે ફરિયાદ નોંધી પોલીસે તપાસ હાથ ધરી છે. જોકે, સમગ્ર મામલે હાલ આરોપી યુવક ફરાર થયો છે, નડિયાદ પોલીસ તેની શોધખોળ કરી રહી છે.

આ આરોપીઓ પકડાયા જેમનું નામ આ પ્રમાણે છે,

જાબીર પઠાણ, ફૈઝલ પઠાણ, શહેનાઝ પઠાણ, સુરૈયા પઠાણ, ફરદીન સૈયદ, ફરીદાબાનું મલેક, નદીમ મલેક, જય કદમ

બીજી તરફ, યાસરના પરિવારજનોએ પોલીસ સામે નાટક કર્યુ હતું કે, અમારો દીકરો કહ્યામાં નથી, અમે તેની ગુમ થયાની જાહેરાત આપી છે. એટલુ જ નહિ, યુવતીને યાસરના પરિવારજનોએ મળી ફરજિયાત બુરખો પહેરવાનો, નમાજ પઢવાની, કલમા પઢાવાની ફરજ પાડી હતી. તમામ આરોપીઓને કોર્ટમાં રજૂ કરતા કોર્ટે આરોપીઓને જેલમાં ધકેલી દેવાનો હુકમ કર્યો છે

Related posts

કુબેરનગર કોર્પોરેશનમાં પાણીની પાઇપ ફાટતા પીવાના પાણી સમસ્યા સર્જાઈ

Ahmedabad Samay

શેલબી હોસ્પિટલમાં લીવર સિરોસિસથી પીડાતી ગર્ભવતી મહિલાની સફળ સામાન્ય પ્રસ્તુતિ કરાવાઇ

Ahmedabad Samay

NCP અને ભાજપ ના કાર્યકરો વચ્ચે થઈ બોલાચાલી, અમારા વોટીંગ તોડવામાં આવી રહ્યા છે: નિકુલસિંહ તોમર

Ahmedabad Samay

ચૂંટણી પંચે ગાંધીનગરમાં યોજાનાર ચૂંટણી મોકુફ રાખવા નિર્ણય લીધો

Ahmedabad Samay

સુરતની જેમ અમદાવાદમાં પણ ટ્રાવેલ એસોસિએશને પ્રાઈવેટ લક્ઝરીને લઈને કરી આ માંગ

Ahmedabad Samay

ફ્‌લેવર્ડ બીયર પીનારાઓ માટે સારા સમાચાર, યુનાઇટેડ બ્રુઅરીઝે બે નવા ફ્‌લેવર્ડ બીયર લોન્‍ચ કર્યા છે.

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો