September 22, 2026
બિઝનેસ

કિસાન સન્માન યોજના / આ મહિનામાં જ આવી શકે છે 14મા હપ્તાના રૂપિયા, મોટુ અપડેટ આવ્યું સામે: દસ્તાવેજો તૈયાર રાખજો

કેન્દ્ર સરકાર પીએમ કિસાન સન્માન નિધિ યોજનાના 14મા હપ્તાની તારીખ ટૂંક સમયમાં જ જાહેર કરી શકે છે. આ હપ્તો એપ્રિલ અને જુલાઈ 2023ની વચ્ચે જારી થવાની ધારણા છે. આપને જણાવી દઈએ કે, તેનો 13મો હપ્તો 26 ફેબ્રુઆરી, 2023 ના રોજ રિલીઝ કરવામાં આવ્યો હતો. આવી સ્થિતિમાં આ યોજનામાં જોડાતા નવા ખેડૂતોએ આગામી હપ્તો મેળવવા માટે ટૂંક સમયમાં અરજી કરવાની રહેશે. બીજી તરફ, જે ખેડૂતોએ તેમાં અરજી કરી છે તેઓ તેમના લાભાર્થીની સ્થિતિ ચકાસી શકે છે.

આપને જણાવી દઈએ કે, કેન્દ્ર સરકાર દેશના જમીનધારક ખેડૂતોને આર્થિક સહાય આપવા માટે પીએમ કિસાન સન્માન નિધિ યોજના ચલાવે છે. આ યોજના હેઠળ દર વર્ષે 4 મહિનાના અંતરાલમાં 2-2 હજાર રૂપિયાના 3 હપ્તા ખેડૂતોના બેંક એકાઉન્ટમાં 6 હજાર રૂપિયાની રકમ ટ્રાન્સફર કરવામાં આવે છે.

આવી રીતે કરો યોજના માટે અરજી

પીએમ કિસાન સન્માન નિધિ યોજનામાં રજિસ્ટ્રેશન કરવા માટે સૌ પ્રથમ સ્કીમની સત્તાવાર વેબસાઇટ www.pmkisan.gov.in પર જાઓ. તેના હોમપેજ પર ફાર્મર કોર્નર પર જાવો અને ‘ન્યૂ ફાર્મર રજિસ્ટર’ પર ક્લિક કરો. તેના પછી તમારો આધાર નંબર દાખલ કરો અને કેપ્ચા કોડ ભરો. પછી “Click Here To Continue” ના વિકલ્પ પર ક્લિક કરો. તેના પછી ‘YES’ પર ક્લિક કરીને PM કિસાન રજીસ્ટ્રેશન ફોર્મ 2023 ભરો. ફોર્મ ભર્યા પછી, તેને સબમિટ કરો અને તેની પ્રિન્ટ આઉટ લઈ લો.

આ દસ્તાવેજોની જરૂર પડશે

આ યોજનામાં રજિસ્ટ્રેશન કરવા માટે તમારે આધાર કાર્ડ, જમીનના દસ્તાવેજો, નાગરિકતા પ્રમાણપત્ર, આવક પ્રમાણપત્ર, પાસપોર્ટ સાઇઝ ફોટો વગેરે જેવા દસ્તાવેજોની જરૂર પડશે. આ ઉપરાંત, તમારે તમારા બેંક એકાઉન્ટની વિગતો પણ આપવી પડશે જેમાં તમે પીએમ કિસાન સન્માન નિધિ યોજના હેઠળ મળેલા રૂપિયા મેળવવા માગો છો. તે જ સમયે, તમારે એક એક્ટિવ મોબાઇલ નંબર પણ આપવો પડશે જેમાં તમને મેસેજ દ્વારા તેના સંબંધિત અપડેટ્સ પ્રાપ્ત થશે.

Related posts

NSE કેલેન્ડર પર દિવાળી મુહૂર્ત ટ્રેડિંગ સત્ર 21 તારીખે હશે.

Ahmedabad Samay

LIC ની સરળ પેન્શન સ્કીમ, ફક્ત એકવાર ઇન્વેસ્ટ કરો અને દર મહિને મેળવો રૂપિયા 12,000

Ahmedabad Samay

લાલ નિશાનમાં ખુલ્યું શેરબજાર, સેન્સેક્સ 146 પોઈન્ટ ઘટીને 65,699 પોઈન્ટ પર પહોંચ્યો, નિફ્ટીમાં પણ નબળાઈ

Ahmedabad Samay

અદાણી પોર્ટ્સમાં આ કંપનીએ હિસ્સો વધારીને 5% કરતા વધુ કર્યો, અદાણી ગ્રુપમાં અત્યાર સુધીમાં 38 હજાર કરોડનું જંગી રોકાણ કર્યું

Ahmedabad Samay

મોટી આગાહી / વિશ્વમાં વધી શકે છે ગરીબી અને ભૂખમરો, IMFના ચેરમેને આપી ચેતવણી

admin

ગામની ખાલી પડેલી જમીન પર શરૂ કરો આ બિઝનેસ, ખિસ્સામાં હશે પૈસા જ પૈસા

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો