NSE કેલેન્ડર પર દિવાળી મુહૂર્ત ટ્રેડિંગ સત્ર 21 તારીખે હશે.નેશનલ સ્ટોક એક્સચેન્જ (NSE) અને બોમ્બે સ્ટોક એક્સચેન્જ (BSE) 21 ઓક્ટોબર મંગળવારના રોજ 2025 માટે ખાસ દિવાળી મુહૂર્ત ટ્રેડિંગ સત્રનું આયોજન કરશે. હિન્દુ કેલેન્ડર પ્રમાણે નવા નાણાકીય વર્ષની શરૂઆત માટે વાર્ષિક ખાસ સત્રનું આયોજન કરવામાં આવે છે.
આ વર્ષે મુહૂર્ત ટ્રેડિંગ મંગળવાર, 21 ઓક્ટોબર, 2025ના રોજ થશે. પ્રી-ઓપનિંગ સત્ર બપોરે 1:30 થી 1:45 વાગ્યા સુધી ચાલશે ત્યારબાદ મુખ્ય ટ્રેડિંગ વિન્ડો બપોરે 1:45 થી 2:45 વાગ્યા સુધી ચાલશે. ક્લોઝિંગ સત્ર બપોરે 3:05 વાગ્યા સુધી ચાલશે.
