મહાઠગ કિરણ પટેલ કેસમાં મોટો ખુલાસો સામે આવ્યો છે. મળતી માહિતી મુજબ, અમદાવાદ ક્રાઇમ બ્રાંચ આજે કિરણ પટેલને તપાસ અર્થે પૂર્વ મંત્રીના ભાઈ જગદીશ ચાવડાના સિંધુભવન રોડ પર આવેલા બંગલા પર લઈ જઈ શકે છે.
જણાવી દઈએ કે કિરણ પટેલ અને તેની પત્ની માલિની પટેલ સામે જગદીશ ચાવડાનો બંગલો પચાવી પાડવા અને રિનોવેશનના નામે રૂ. 35 લાખ છંછેરી લેવાના આરોપ છે. આ કેસ હેઠળ અમદાવાદ ક્રાઇમ બ્રાંચ તપાસ કરી રહી છે. મીડિયા અહેવાલ મુજબ, સોમવારે કિરણ પટેલને જગદીશ ચાવડાના સિંધુભવન રોડ પર આવેલા બંગલા ખાતે તપાસ અર્થે લઈ જઈ શકાય છે. સ્થળ પર પંચનામું અને તપાસ ક્રાઇમ બ્રાંચની ટીમ દ્વારા કરવામાં આવી શકે છે.
કોર્ટે 7 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા
અગાઉ જગદીશ ચાવડા તરફથી આરોપ લગાવવામાં આવ્યો હતો કે, તેમના બંગલાને ગેરકાયદેસર કિરણ પટેલ અને તેની પત્ની પચાવી પાડવા માટે કાવતરું ઘડ્યું હતું. પરંતુ, સંજોગવશ તે બંને તેમના કાવતરાંમાં સફળ થઈ શક્યા નહોતા. જણાવી દઈએ કે, આ પહેલા કોર્ટે કિરણ પટેલના 7 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. ત્યારે ક્રાઇમ બ્રાંચ દ્વારા તમામ માહિતીઓ એકત્ર કરવામાં આવી રહી છે.