September 22, 2026
ગુજરાત

અમદાવાદ: રાજ્યમાં ગરમીનો પ્રકોપ શરૂ, જાણો કયા શહેરમાં કેટલી ડિગ્રી પહોંચ્યો પારો?

રાજ્યભરમાં લોકો ગરમીના પ્રકોપનો સામનો કરી રહ્યા છે. દિવસે ને દિવસે ગરમીના તાપમાનમાં વધારો થતા લોકો ત્રાહીમામ પોકારી રહ્યા છે. માહિતી મુજબ, રાજ્યના 6 મુખ્ય શહેરોનું તાપમાન 39 ડિગ્રી સુધી પહોંચ્યું છે. જ્યારે અમદાવાદ અને સુરેન્દ્રનગરમાં તો ગરમીનો પારો 40 ડિગ્રી સુધી નોંધાયો છે.

ઉપરાંત, રાજ્યના વડોદરા અને રાજકોટમાં 39 ડિગ્રીથી વધુ તાપમાન નોંધાયું છે. જ્યારે નલિયામાં 35.2, ડીસામાં 38.6 ડિગ્રી તાપમાન રેકોર્ડ થયું છે. આ સિવાય સુરતની વાત કરીએ તો સુરતમાં  39.8, ભૂજમાં 38.5 ડિંગ્રી અને અમરેલીમાં 40 ડિગ્રીને પાર તાપમાનનો પારો પહોંચ્યો છે. રાજ્યમાં આગામી દિવસોમાં ગરમીનો પારો વધુ વધવાની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. જ્યારે બપોરના સમયે ગરમીનો પ્રકોપ વધતા મોટાભાગના શહેરોમાં રસ્તા સૂમસામ જોવા મળી રહ્યા છે.

હવામાન વિભાગે પણ લોકોને વધતી ગરમીને લઈ સાવચેત રહેવા સૂચન કર્યું છે. લોકોને સ્વાસ્થ્યનું ધ્યાન રાખવા અને બપોરના સમયે કામ વગર ઘરમાંથી બહાર ન નીકળવા સલાહ આપી છે. આ સાથે જ સિનિયર સિટીઝન અને બાળકોનું વધતી જતી ગરમીમાં વધુ ધ્યાન રાખવા અપીલ કરાઈ છે.

Related posts

આખુ દેશ શોકમાં ડુબ્યુ,વડાપ્રધાન નરેન્‍દ્રભાઇ મોદીના માતા હીરાબા મોદીનું ૧૦૦ વર્ષની વયે અવસાન પામ્યા

Ahmedabad Samay

અમદાવાદના સાણંદ તાલુકાના વાસણા ગામેથી મેરી માટી, મેરા દેશ અભિયાનનો જિલ્લાવ્યાપી શુભારંભ

Ahmedabad Samay

કોર્ટમાં સોમવારથી પ્રત્યક્ષ કાર્યવાહી શરૂ થશે

Ahmedabad Samay

બિપરજોય ચક્રવાત: ખાલી કરાવાઈ રહ્યા છે વિસ્તારો, ટ્રેનો રદ, જાણો અત્યાર સુધી શું-શું થયું

Ahmedabad Samay

નવેમ્‍બર મહિનાની શરૂઆતની સાથે જ ફુલગુલાબી ઠંડીની પણ શરૂઆત થઈ

Ahmedabad Samay

હવામાન વિભાગ દ્વારા ગરમી સાથે ગુજરાતમાં હવામાનના મિશ્ર મિજાજ વચ્ચે આગામી સાત દિવસ વરસાદની આગાહી જાહેર કરવામાં આવી

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો