August 8, 2026
અપરાધ

અમદાવાદ: ઝઘડો થતા બીજા રૂમમાં સૂઈ રહેલા એન્જિનિયર પતિના ગાલ પર પત્નીએ ચપ્પુ માર્યુ, 24 ટાંકા આવ્યાં

ઓઢવમાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. ઓઢવમાં એન્જિનિયર પતિએ તેની પત્ની વિરુદ્ધ ખોટા કેસમાં ફસાવવાની અને ગાલ પર ચપ્પુ મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની ફરિયાદ કરતા પોલીસે પત્ની વિરુદ્ધ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

મળતી માહિતી મુજબ, એન્જિનિયર તરીકે કામ કરતાં એક શખ્સે ઓઢવ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે કે, લગ્નના બે-ત્રણ વર્ષ સુધી તેની પત્ની સારી રીતે રહી હતી. પરંતુ, બાદમાં તે ખૂબ જ ગુસ્સો કરતી હતી અને નાની-અમથી વાતમાં પતિ અને તેના પરિવાર સાથે બોલાચાલી કરીને ઝઘડા કરતી હતી. ફરિયાદમાં જણાવાયું કે, પત્નીના પિતાએ પણ કહ્યું હતું કે, તારે સાસરીમાં કોઇથી ડરવાનું નહીં અને કોઇ કંઇ કહે તો તારે તેની સામે પડીને જે કરવું હોય તેમ કરવાનું. આથી પત્ની સાસરીમાં પતિ અને તેના સાસરિયાં સાથે સરખી રીતે બોલતી ન હતી.

ઝઘડો કરી પતિને બીજા રૂમમાં સૂવડાવ્યો, સવારે ગાલ પર ચપ્પુ માર્યું

દરમિયાન કોઈ બાબતે ઝઘડો થતા પતિને રૂમમાંથી બહાર કાઢી અન્ય રૂમમાં સૂવાનું કહ્યું હતું. આથી પતિ અન્ય રૂમમાં સૂવા ગયો હતો. સવારે લગભગ 6 વાગ્યાની આસપાસ પત્ની પતિ પાસે આવી હતી અને પતિના ડાબા ગાલ પર ચપ્પુ મારી દીધું હતું. આ સાથે ધમકી પણ આપી હતી કે, આજે ગાલ પર માર્યું છે હવે જો મને કંઇ કહેશો તો ગળા પર મારી જાનથી મારી નાંખીશ. ઇજાગ્રસ્ત પતિને સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવાયો હતો. તેના ગાલ પર આશરે ચોવીસ ટાંકા આવ્યા હતાં. જો કે, ત્યાર બાદ પણ પત્ની પતિને ખોટા કેસમાં ફસાવવાની ધમકી આપતા આખરે કંટાળીને પતિએ પત્ની વિરુદ્ધ ઓઢવ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Related posts

ચીખલી પોલીસ સ્ટેશનમાં શંકાસ્પદ મોતના બનાવ પર આખરે ન્યાય મળ્યો

Ahmedabad Samay

નરોડામાં પોલીસ કર્મચારી પર હુમલો કરનારા 6 આરોપીઓની ધરપકડ કરવામાં આવી

Ahmedabad Samay

દાણીલીમડા માં મોટું કતલખાનું ઝડપાયું, અબોલ પ્રાણીઓ નો થયો બચાવ

Ahmedabad Samay

બજરંગ દલે લવ જેહાદના મન્સૂબાને કર્યો ના કામયાબ, હિન્દૂ ધર્મની અને બે યુવતીઓની કરી રક્ષા

Ahmedabad Samay

અમદાવાદના હાંસોલ વિસ્તારમાં આવેલી તંદૂર પેલેસ હોટલમાં ખેલાયેલ ખૂની ખેલમાં ચોંકાવનારો ખુલાસો, આરોપી ની કરાઇ ધરપકડ, ગણતરીના કલાકોમાં જ આરોપીની કરાઈ ધરપકડ

Ahmedabad Samay

પતિએ મકાન લેવામાં થોડી રાહ જોવાનું કહેતા પત્નિએ પુત્રી સાથે ઝેર ગટગટાવ્યું: પત્નીનું મૃત્યુ, પુત્રીની હાલત ગંભીર

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો