અમદાવાદ ગ્રામ્ય જીલ્લામાં ડીગ્રી વગરના બોગસ તબીબો પકડી પાડી કાયદેસર કાર્યવાહી કરવા માટે એસ.ઓ.જી.શાખાના ઈ/ચા પો.ઇન્સ.શ્રી એમ.જી.પરમાર દ્વારા સુચના તથા માર્ગદર્શન અનુસંધાને એસ.ઓ.જી શાખાના પો.કો સહદેવસિંહ રામસિંહ વાળાને ચોક્કસ આધારભુત માહિતી આધારે
બગોદરા ગામે હોટલફળી વિક્રમભાઇ શીવુભાઇ મકવાણાની દુકાન ભાડેથી રાખી ઓમ ક્લિનીક નામનુ ગે.કા રીતે દવાખાનુ રાખી ડૉક્ટર તરીકેની એલોપેથીક માન્યતા પ્રાપ્ત ડીગ્રી વગર એલોપેથીક તબીબીની પ્રેક્ટીસ કરી ગેરકાયદેસર એલોપેથીક દવાઓ આપતો બનાવટી ડોક્ટરની ધરપકડ કરવામાં આવી છે.
બોગસ ડો. રમેશગીરી કેશરગીરી ગૌસ્વામીને જુદી-જુદી કંપનીની એલોપેથીક દવાઓ તથા મેડીકલના સાધનો કુલ મળી કિં.રૂ.૨૯,૭૯૭/- ના મુદ્દામાલ સાથે પકડી ઇસમ વિરૂધ્ધ બગોદરા પોલીસ સ્ટેશન ગુ.ર.નં. ૧૧૧૯૨૦૧૦૨૧૦૧૫૪/૨૦૨૧ ધી ગુજરાત રજિસ્ટર મેડીકલ પ્રેક્ટ્રીસ એક્ટ ૧૯૬૩ ની કલમ ૩૦ મુજબ ગુનો રજીસ્ટર કરી સફળ કામગીરી કરવામા આવી છે.