August 20, 2026
ગુજરાત

બીઝ ટ્રીઝ નેટવર્કિંગ અને બિઝનેસ કોમ્યુનિટી દ્વારા બિઝનેસ ગ્રોથ માટેના મહાસંગ્રામ એટલે “કુરુક્ષેત્ર – ૨૩”નું ભવ્ય આયોજન કરાયું

તાજેતરમાં યોજાયેલ એક પ્રેસ વાર્તામાં બીઝ ટ્રિઝ બિઝનેસ અને નેટવર્કિંગ કોમ્યુનિટી ગ્રુપ જે છેલ્લા 2 વર્ષોથી ગુજરાતમાં સક્રિય છે અને જેમના ૪ ચેપ્ટર્સમાં ૧૫૦ થી વધુ વાઇબ્રન્ટ ઉદ્યોગસાહસિકો જોડાયા છે, એમના ફાઉન્ડર શ્રીમતી રિદ્ધિ રાવલ અને એના પ્રેસિડેન્ટ’સ પેરેડાઇસ કમિટી દ્વારા આગામી બિઝનેસ ગ્રોથ અને નેટવર્કિંગનું IPL એટલે “કુરુક્ષેત્ર -20૨૩” વિષયે ખાસ માહિતી આપવામાં આવી હતી. કાર્યક્રમમાં બીઝ ટ્રિઝ કોમ્યુનિટીના ફાઉન્ડર શ્રીમતી રિદ્ધિ રાવલ દ્વારા જણાવામાં આવ્યું કે, “૨૧મી એપ્રિલ, ૨૦૨૩થી ૨૭મી મે, ૨૦૨૩ દરમિયાન બિઝનેસ ગ્રોથ, નેટવર્કિંગ અને એક બીજાના સાથે અને એક બીજા સામે – બીઝ ટ્રિઝના ૧૫૦ થી વધુ ઉદ્યોગસાહસિકો દ્વારા અને વચ્ચે આ લીગ રમવામાં આવશે.

૧૪ થી વધુ મેન્ટોર સ્પોન્સર્સ અને ૧૭ કેપ્ટન્સ આ બિઝનેસનું મહાસંગ્રામ એટલે કુરુક્ષેત્ર ૨૦૨૩ માં ભાગ લેશે અને એક બીજાને મળી, એક બીજા ને સાંભળી , એક બીજા ને પ્રેરણા આપી અને એક બીજા સાથે ધંધો કરી આ જંગને જીતવાનું પ્રયત્ન કરશે. કુરુક્ષેત્રનું અમારું સંસ્કૃતિમાં એક ખાસ સ્થાન છે. આ જંગમાં યોદ્ધાઓએ માત્ર તેમની શક્તિ અને કૌશલ્ય જ દર્શાવ્યું નથી પરંતુ અમને આ 18 દિવસના યુદ્ધમાંથી ભગવદ ગીતાનું દિવ્ય જ્ઞાન અને ચક્રવ્યુહનું સત્ય પણ મળ્યું છે અને એટલે જ બિઝનેસ કરવાનું રીતે એક અલગ દૃષ્ટિકોણ થી જોવા માટે અમે આ લીગ નું આયોજન કરીયે છીએ અને ભવિષ્યમાં પણ કરતા રહીશું.”

Related posts

અધુરા માસે જન્મેલી ફક્ત 750 ગ્રામની બાળકીને, જીસીએસ હોસ્પિટલમાં ડોક્ટરોએ આપ્યું નવજીવન

Ahmedabad Samay

પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઇ મોદી શુક્રવાર સવારે ૧૧ વાગ્‍યે અમદાવાદ એરપોર્ટ આવશે

Ahmedabad Samay

CREDAI અમદાવાદ દ્વારા આયોજિત ‘પાથ ટુ પ્રાઈડ’ કાર્યક્રમમાં ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીની પ્રોત્સાહક ઉપસ્થિતિ

Ahmedabad Samay

અમદાવાદના નરોડા વિસ્તારમાં આવેલ ખાણી પીણી બજારમાં કોરોનાને ખુલ્લું આમંત્રણ, કોરોના ગાઇડલાઈનનો ઉલનઘન

Ahmedabad Samay

PM 27 જૂને સૌરાષ્ટ્રની જીવાદોરી સમાન સૌની યોજના લીંક 3નું લોકાર્પણ કરશે, 1 લાખ લોકોને મળશે નર્મદાના પાણી

Ahmedabad Samay

યુ.કે આવતા અને જતા તમામ વિમાની ઉડયનો ઉપર ૭ જાન્યુઆરી સુધી પ્રતિબંધ

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો