અમદાવાદના અસારવા વિસ્તારમાં આવેલ ખોડીદાસની ચાલીમાં યુવતીની છેડતીનો મામલો સામે આવ્યો છે. અસારવા ભુપેન્દ્રસિંહ ઉર્ફે સોમો ચાલીમાં રહેતી યુવતીનો પીછો કરતો અને તેના આવવા જવાના માર્ગ પર તેનો રસ્તો રોકતો અને છેડતી કરતો.
યુવતી નોકરી કરતી હોવાના કારણે સવારે નોકરી જવા નીકળતી અને સાંજે ઘરે પરત ફરતી જેનો ભુપેન્દ્રસિંહ ઉર્ફે સોમો આવવા જવાના સમયે વૉચ રાખી ચાલીના નાકે ઉભો રહેતો અને આવતા જતા યુવતીની છેડતી કરતો અને તેની સાથે પ્રેમ સંબંધ રાખવા કહેતો પરંતુ યુવતી પોતાની ઈજ્જત ન જાય માટે ચુપી સાધી હતી પરંતુ આ ચુપી તેને ખૂબ ભારે પડી હતી. યુવતી ચુપ ચાપ સહન કરતા તેની ચુપી નો ફાયદો ઉપાડી ભુપેન્દ્રસિંહ ઉર્ફે સોમો પીછો કરતો કરતો ચાલીના અંદર આવેલ ચોરા સુધી પહોંચી ગયો અને યુવતીનો હાથ પકડીને તેના સાથે સંબંધ રાખવા જોર જબરજસ્તી કરવા લાગ્યો યુવતીએ તેની વાત ન માનતા સોમો યુવતીને બિભત્સ ગાળો બોલવા લાગ્યો અને યુવતી અને તેના પરિવારને મારવાની ધમકી આપવા લાગ્યો હતો. યુવતી જેમ તેમ.સોમાના ચૂંગલ માંથી છૂટીને પોતાના ઘરે ભાગી ગઇ અને આ તમામ ઘટનાની પોતાના ભાઈ અને માતાને જાણ કરી ત્યારબાદ આ સમગ્ર મામલો પોલીસ ચોપડે નોંધાયો હાલ પોલીસ આ અંગે વધુ તપાસ હાથધરી છે