અમદાવાદમાં લુખ્ખા તત્વો બન્યા બેખોફ બની ફરી રહ્યા છે એવું લાગી રહ્યું છે કે અમદાવાદમાં હવે પોલીસ ની બીકજ નથી રહી,આ પહેલા પણ હથિયાર સાથેના બે વીડિયો વાયરલ થયા હતા તેવા ફરી એક વીડિયો વાયરલ થયો છે જેમાં વરના કારમાં પોલીસની પ્લેટ લખેલી ગાડીમાં એક યુવકે વીડિયો બનાવ્યો છે જેમાં યુવક ગાડી ચલાવતા ચલાવતા ફિલ્મી સ્ટાઈલ મારી બંદુક બતાવી રહ્યો છે. આ વીડિયો શહેરના એસજી હાઈવેનો છે.
આ વીડિયો વાયરલ થતા પોલીસ તંત્ર હરકતમાં આવી ગયું છે. સેટેલાઇટ પી.આઈ. એ વાયરલ વીડિયોને લઈ જણાવ્યું હતું કે, એસજી હાઇવે પર કારમાંથી ડ્રાઈવર સાઈડ બેઠેલો યુવક ચાલુ કારે રિવોલ્વર બતાવી લોકોમાં ભયનો માહોલ સર્જી રહ્યો હોવાના વીડિયો અમારા ધ્યાને આવ્યો છે. આ અંગે અમે તપાસ કરી રહ્યા છીએ. આરોપીની શોધખોળ ચાલી રહી છે.