August 8, 2026
ગુજરાતતાજા સમાચાર

૨૫ મેં એ થશે ધોરણ.૧૦ નું પરિણામ જાહેર,Whatsapp ના માધ્યમથી જાણી શકાશે પરિણામ

ગુજરાત રાજ્‍ય માધ્‍યમિક અને ઉચ્‍ચત્તર માધ્‍યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ગત માર્ચ માસમાં લેવાયેલ ધો. ૧૦ની પરીક્ષાનું તા. ૨૫ના ગુરૂવારે સવારે ૮ કલાકે વેબસાઇટ ઉપર પરિણામ જાહેર થશે. લાંબા સમયથી રાજ્‍યના ૯,૫૬,૦૦૦થી વધુ પરીક્ષાર્થીઓ પરિણામની રાહ જોતા હતા. આજે શિક્ષણ બોર્ડે તેમની પરિણામની તારીખ જાહેર કરવામાં આવી છે.

શિક્ષણ બોર્ડ દ્વારા ધો. ૧૦ની પરીક્ષા ૧૪ માર્ચથી લેવાય હતી. તેમાં સમગ્ર ગુજરાત રાજ્‍યમાં ૯,૫૬,૭૫૩ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. ધો. ૧૦ની પરીક્ષાના તમામ પ્રશ્નપત્ર પ્રમાણસર, સહેલા નિકળ્‍યા હતા.

ગુજરાત માધ્‍યમિક અને ઉચ્‍ચત્તર માધ્‍યમિક શિક્ષણ બોર્ડ, દ્વારા, માર્ચ ૨૦૨૩માં યોજાયેલ માધ્‍યમિક શાળાં પ્રમાણપત્ર પરીક્ષા ધોરણ-૧૦ અને સંસ્‍કૃત પ્રથમા પરીક્ષાનું પરિણામ ગુજરાત માધ્‍યમિક અને ઉચ્‍ચત્તર માધ્‍યમિક શિક્ષણ બોર્ડની વેબસાઇટ www.gseb.org પર તા.૨૫/૦૫/૨૦૨૩ ના રોજ સવારના ૦૮:૦૦ કલાકે જાહેર કરવામાં આવશે વિદ્યાર્થીઓ તેઓનું પરિણામ પરીક્ષાનો બેઠક ક્રમાંક(Seat Number) ભરીને મેળવી શકશે. વિદ્યાર્થીઓ WhatsApp Number 6357300971 પર પણ પોતાનો બેઠક ક્રમાંક મોકલીને પરિણામ મેળવી શકશે.

વિદ્યાર્થીઓના ગુણપત્રક અને S.R. નકલ શાળાવાર મોકલવા અંગેની વિગતવાર સૂચનાઓ હવે પછીથી કરવામાં આવશે. પરીક્ષા બાદ ગુણચકાસણી અને દફતર ચકાસણીની સૂચનાઓ બોર્ડની વેબસાઇટ પર મૂકવામાં આવશે. ગુણચકાસણીની અરજી ઓનલાઇન કરવાની રહેશે. પરિણામ બાદ નામ સુધારાની દરખાસ્ત નિયત નમૂનામાં કરવાની રહેશે. પૂરક પરીક્ષા-૨૦૨૩ ની પાત્રતા ધરાવતા ઉમેદવારોની યાદી શાળાઓને પરિણામ સાથે મોકલી આપવામાં આવશે

Related posts

સુધા મૂર્તિ બનાવશે બાળકનો અભ્યાસક્રમ, NCERT એ સોંપી મોટી જવાબદારી

Ahmedabad Samay

કૃષ્ણનગરમાં ઉત્તરાયણે ધાબા પર ફાયરિંગ કરનાર યુવકને ઝડપી લેવાયો

Ahmedabad Samay

અમદાવાદ – રશિયાના મોસ્કોમાં યોજાનાર મોસ્કો અર્બન ફોરમમાં શહેરના મેયર, ડીવાયએમસી રહેશે ઉપસ્થિત

Ahmedabad Samay

અમદાવાદ ક્રાઇમ બ્રાંચની ટીમે સાયલા પાસે થયેલ ચાંદીની લૂંટના એક મહિલા સહિત વધુ ત્રણ આરોપીઓને ઝડપી પાડયા

Ahmedabad Samay

સુરત:કામરેજ પોલીસ સ્ટેશનના પી.આઇ સહિત ૦૯ પોલીસ કર્મીઓ વિરુદ્ધ લાંચ નો ગુન્હો દાખલ

Ahmedabad Samay

એપોલો હોસ્પિટલ દ્રારા જી એમ.ડી.સીં. ગ્રાઉન્ડ ખાતે ડ્રાઈવ થ્રુ વેકસીનેશન શરૂ કરાશે

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો