September 21, 2026
ગુજરાત

ગુજરાત સરકારનો મોટો નિર્ણય,DJ, મ્યૂઝિક, બેન્ડ અને ગાયકો કાર્યક્રમ યોજી શકશે.

આજે ગુજરાતમાં સીએમ રૂપાણીના વડપણ હેઠળ કેબિનેટ બેઠક મળી હતી જેમાં અગત્યની ચર્ચાઓ થઈ હતી. હવે કોરોનાના કેસ ગુજરાતમાં નિયંત્રણમાં આવી ગયા હોવાથી મોટો નિર્ણય લેવામાં આવ્યો છે.

ગુજરાતમાં DJ, મ્યૂઝિક, બેન્ડ અને ગાયકો માટે સારા સમાચાર આવ્યા છે. લોકડાઉન બાદ હવે ધીમે ધીમે નિયંત્રણો હટાવવામાં આવી રહ્યા છે. ત્યારે આજે મળેલી કેબિનેટ બેઠકમાં વધુ એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો હતો. હવેથી ગુજરાતમાં DJ, મ્યૂઝિક, બેન્ડ અને ગાયકો કાર્યક્રમ યોજી શકશે.

અગાઉ લોકડાઉન દરમિયાન આ તમામ વ્યવસાયોને મોટો ફટકો પડ્યો હતો. પણ હવે પ્રથમ વખત છૂટ મળતા તમામ પ્રકારના કાર્યક્રમો શરૂ થાય તેવી વ્યવસ્થા થઈ ગઈ છે.

સૂત્રો અનુસાર આજની કેબિનેટ બેઠકમાં અંબાજીમાં યોજાતા જગપ્રખ્યાત ભાદરવી પૂનમનાં મેળાને લઈને પણ ચર્ચા કરવામાં આવી હતી. સૂત્રો અનુસાર માનવામાં આવી રહ્યું છે કે આ વર્ષે ભાદરવી પૂનમનો મેળો યોજાશે નહીં, જોકે મંદિર માઈભકતો માટે ખુલ્લુ રાખવામાં આવશે. પૂનમના મેળામાં લાખો લોકો ભેગા થતાં હોય છે ત્યારે કોરોના વાયરસ વધવાનો ભય છે ત્યારે રાજય સરકાર ટૂંક સમયમાં આ   મેળાને લઈને SOP જાહેર કરી શકે છે. લોકોની આસ્થા પણ જળવાય તેનું ધ્યાન રાખવામાં આવશે.

Related posts

જૂનાગઢ: બે માળની ઈમારત ધરાશાયી, 6 જેટલા લોકો ફસાયા હોવાની આશંકા

Ahmedabad Samay

EPFO સભ્યો ઓનલાઈન 11 ફેરફાર કરી શકે

Ahmedabad Samay

રિવરફ્રન્ટ ખાતે 27 કરોડના ખર્ચે વિશાળ સ્પોર્ટ્સ કોમ્પલેક્ષની કામગીરી પૂર્ણ થવાની તૈયારી

Ahmedabad Samay

નરોડાના SRP કેમ્પસના 3 બેરેક માઇક્રો કન્ટેનમેન્ટમાં મૂકાયાં 12 વિસ્તારોને માઇક્રો કન્ટેનમેન્ટમાંથી દૂર કરાયા, બે વિસ્તારો ઉમેરાયા

Ahmedabad Samay

ગુજરાત પરથી નિસર્ગ વાવાઝોડાનું સંકટ ટળ્યું, મહારાષ્ટ્રના અલીબાગમાં ટકરાશે નિસર્ગ

Ahmedabad Samay

કાલે નેતાજીનો રિજલ્ટ થશે જાહેર. કાલે ખબર પડશે કોણ પાસ અને કોણ નાપાસ

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો