September 20, 2026
ગુજરાતઅપરાધ

અમરેલી જિલ્લામાં ઘરફોડ ચોરીના 25 ગુન્હાઓમાં સંડોવાયેલ તેમજ 8 ગુન્હાઓમાં મોસ્ટ વોન્ટેડ 10 હજાર રૂપિયાના ઈનામી આરોપીને અમરેલી એલસીબી ટીમ દ્વારા ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

અમરેલી જિલ્લામાં ઘરફોડ ચોરીના 25 ગુન્હાઓમાં સંડોવાયેલ તેમજ 8 ગુન્હાઓમાં મોસ્ટ વોન્ટેડ 10 હજાર રૂપિયાના ઈનામી આરોપીને અમરેલી એલસીબી ટીમ દ્વારા ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

અમરેલી જિલ્લામાં અલગ-અલગ પોલીસ સ્ટેશનમાં ગંભીર ગુન્હાઓમાં સંડોવાયેલ ટોપ-10 નાસતા ફરતા આરોપી સીઆઇડી ક્રાઇમ અને રેલવેઝ દ્વારા જાહેર કરવામાં આવેલ યાદીમાં સામેલ રૂ.10 હજારના ઈનામી શખ્સ ભાયા કમરૂભાઈ પરુડીયા, મૂળ રહે.મધ્યપ્રદેશ હાલ વેરમડી,(તા.કરજણ) વાળાને અમરેલી એલસીબી દ્વારા ઝડપી પાડવામાં આવ્યો હતો.તેણે લીલીયા,અમરેલી સહિતના વિસ્તારોમાં અલગ-અલગ 25 ઘરફોડ ચોરીને તેના સાગરીતો સાથે અંજામ આપ્યો હતો તેમજ તે 8 ગુનાઓ છેલ્લા 7 વર્ષથી નાસતા ફરતા ફરતો હતો.

પોલીસ દ્વારા પૂછપરછ કરવામાં આવતા ચોંકાવનારો ખુલાસો થયો હતો,તેણે પોલીસને કબૂલાત આપી હતી કે,પોતે તથા તેના સાગરીતો જેમાં પારૂ ઉર્ફે કાળુ જુરસિંહ બામણીયા તથા કાળુ ઉર્ફે રમેશ ભુરસિંહ બામણીયા તથા કેરમા ઉર્ફે ભુરો નાકુ ભુરીયા સાથે મળી વર્ષ 2016ના વર્ષમાં જાત્રુડા ગામે ઘરફોડ ચોરી, લીલીયાના હરિપર ગામે ઘરફોડ ચોરી, અમરેલીમાં લાઠી રોડ ઉપર કે.કે.પાર્કમાં બે વખત ઘરફોડ ચોરી, લીલીયાના ગોઢાવદર ગામે ઘરફોડ ચોરી, લીલીયાના સનાળીયા ગામે ઘરફોડ ચોરી, અમરેલીમાં રણુજા ધામ સોસાયટીમાં બે વાર ઘરફોડ ચોરી, લીલીયાના મોટા કણકોટ ગામે ઘરફોડ ચોરી, લીલીયા ટાઉનમાં બંધ મકાનમાં ધરફોડ ચોરી, લીલીયાના અંટાળીયા ગામે વંડી ટપી ઘરમાંથી ચોરી, નાના લીલીયા ગામે બે મકાનોના તાળા તોડી ચોરી, મોટા લીલીયા ગામે ચારેક દુકાનોમાં ચોરી તેમજ બાબરા, ઉંટવડ, ધ્રોલ, ચરખા, આંબા, લીલીયા બાયપાસ ચોકડીએ ગલ્લાઓ તોડેલ તેમજ લીલીયાના હરિપર ગામે આવેલ આશ્રમમાં બે વાર ચોરી મળી કુલ 25 ચોરીઓ કરેલ હોવાનું જણાવેલ. મજકુર આરોપી તથા તેના સાગરીતો મધ્યપ્રદેશથી સૌરાષ્ટમાં આવી મજુરી કામ કરી રેકી કરી બંધ મકાનો બંધ દુકાનોને ટાર્ગેટ બનાવી ચોરી કરતા હતા.

આ અંગે અમરેલી એલસીબીને આરોપીને ઝડપી પાડવામાં સફળતા મળી હતી આરોપીને આગળની કાર્યવાહી માટે લીલીયા પોલીસને સોંપવામાં આવતા વધુ તપાસ શરુ કરવામાં આવી હતી.

Related posts

અમદાવાદના મેઘાણીનગરમાં બહેનના લગ્ન માટે જમા કરેલા ₹1.25 લાખની રોકડ ગાયબ થયાની ફરિયાદ, થોડા દિવસ રોકાયેલા યુવક પર શંકા

Ahmedabad Samay

સુરત: રૂદરપુરામાં અશાંતધારા સમિતિના પ્રમુખ પર ચપ્પુ વડે જીવલેણ હુમલો, વિધર્મીનું દબાણ દૂર કરાવતા હુમલો કર્યો હોવાની આશંકા

Ahmedabad Samay

વાહન ચોરીના ગુન્હામાં નાસ્તા ફરતા આરોપીની ક્રાઇમબ્રાન્ચે કરી ધરપકડ કરવામાં આવી

Ahmedabad Samay

બાયકોટ ચાઈના ને પ્રોત્સાહન આપવા એમ.કે ચશ્માં ઘરની લોભામણી સ્કીમ

Ahmedabad Samay

અનિલ રાજપૂતના ફેક પત્રને લઇ ખળભળાટ, કોંગ્રેસ નેતા અનિલ રાજપુતે કરી સ્પષ્ટતા

Ahmedabad Samay

ભુપેન્દ્રભાઈનાનવા મંત્રીમંડળમાં ૧૦ કેબિનેટ પ્રધાનો, પાંચને સ્વતંત્ર હવાલો અને નવ રાજ્યકક્ષાના પ્રધાનો બન્યા

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો