January 20, 2025
ગુજરાત

અમદાવાદ ચાણક્યપુરી વિસ્તારમાં બાબા બાગેશ્વરના દરબારની તૈયારીઓ તેજ, જર્મન ટેકનલોજીનો મંડપ લગાવાશે

અમદાવાદમાં બાબા બાગેશ્વરનો દિવ્ય દરબાર ભરાવા જઈ રહ્યો છે. ત્યારે અત્યારથી જ તૈયારીઓ તેજ કરી દેવામાં આવી છે ઘાટલોડીયા વિસ્તારના ચાણક્યપુરીમાં લોકદરબાર યોજાશે. જેમાં અત્યારે મંડપ બાંધવામાં આવી રહ્યો છે. વરસાદની સંભાવનાને ધ્યાનમાં રાખીને જર્મન ટેક્નોલોજીથી મંડપ બનાવવામાં આવશે.

અમદાવાદમાં  ચાણક્યપુરીના એક મેદાનમાં મંડપ સહિતની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. મોટી સંખ્યામાં લોકો બેસી શકે તે માટે વિશાળ મંડપ બાંધવામાં આવી રહ્યો છે. પ્રાપ્ત વિગતો અનુસાર જર્મન ટેકનોલોજીનો મંડલ બાંધવામાં આવી રહ્યો છે.

બાબા બાગેશ્વરના દરબારમાં 1 લાખ લોકોની કેપેસિટી ધરાવતો મંડપ બાંધવામાં આવી રહ્યો છે. અત્યારથી જ સ્વયંસેવકો દ્વારા આ તૈયારીઓ તેજ કરાઈ છે. અંદાજે 2 હજાર જેટલા સ્વયંસેવકો સેવા આપશે.
 
ચાર ફૂટ ઊંચું અને ત્રણ ફૂટ પહોળું ભવ્ય સિંહાસન તૈયાર કરાશે 
બાબા બાગેશ્વરના કાર્યક્રમમાં વીવીઆઈપી અને નેતાઓને પણ આમંત્રણ આપવામાં આવશે.  બાબા બાગેશ્વરનું ચાર ફૂટ ઊંચું અને ત્રણ ફૂટ પહોળું ભવ્ય સિંહાસન તૈયાર થઈ રહ્યું છે. આ ઉપરાંત શ્રદ્ધાળુઓની સુરક્ષા અને ટ્રાફિક વ્યવસ્થા માટે વિશેષ તૈયારીઓ કરવામાં આવી રહી છે. પોલીસની હાજરીની સાથે 500 બાઉન્સર પણ એલર્ટ પર રહેશે. એટલું જ નહીં, કાર્યક્રમ દરમિયાન કોઈ ખલેલ ન પડે તે માટે VIP મહેમાનોને અલગથી પ્રવેશ આપવામાં આવશે. અમદાવાદ સિવાય ગુજરાતમાં અન્ય શહેરોમાં થઈ રહેલા કાર્યક્રમમાં પણ તૈયારીઓ મંડપ સહીતના આ રીતે જ કરવામાં આવશે.

Related posts

શોએબ અખ્તરે ફરી એકવાર ભારત વિરુદ્ધ ઝેર ઉકેલ્યું

Ahmedabad Samay

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે ગાંધીનગરમાં ગોદર્શન ગાઇડના ‘ઝુનોસીસ’ વિશેષાંકનું વિમોચન

Ahmedabad Samay

અમદાવાદમાં અષાઢી બીજના રોજ ક્રૂઝ થશે શરુ, સાબરમતી નદીની વચ્ચે બેસીને માણી શકાશે ભોજનની મજા

Ahmedabad Samay

મોરબીમાં કુંભારી કળા સાથે જોડાયેલા લોકો માટે ખુશખબર, માટીની વસ્તુઓ વેચવા માટે મળશે ISI માર્ક, જાણો ‘મિટ્ટીકુલ’ના પ્રણેતા મનસુખભાઇ પ્રજાપતિએ શું કહ્યું?

Ahmedabad Samay

ડ્રાઇવિંગ લાઇસન્સ સહિત દસ્તાવેજની વેલિડિટી સપ્ટેમ્બર સુધી લંબાવાઇ

Ahmedabad Samay

આ સપ્તાહનો રાશિફળ જાણો જાણીતા શાસ્ત્રી શ્રી નિમેશભાઇ જોષી દ્વારા. તા ૧૯થી ૨૫ એપ્રિલ ૨૦૨૧

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો