August 8, 2026
ગુજરાત

આ વેકેશનમાં તમારા બાળક માટે ટ્રેન ટિકિટ ખરીદવી જોઈએ કે નહીં તે અંગેની વિશેષ માહિતી

ધોરણ ૧૦ – ૧૨ ની પરીક્ષાઓ પૂર્ણ થઈ ગઇ છે અને પ્રાઇમરી ધોરણના બાળકોની પરીક્ષાઓ પણ એપ્રિલ માસ માં પૂર્ણ થઇ જશે અને વેકેશન ચાલુ થઇ જશે, વેકેશનમાં લોકો પોતાના બાળકોને ટ્રેન મારફતે લઇ ફરવા જતા હોય છે ટ્રેનની મુસાફરીમાં બાળકો માટે વિદ્યાર્થીઓ માટે ઘણી છુટછાટ પણ મળતી હોય છે ,

બાળકો માટે ટિકિટ અંગે પણ રેલવેનો નિયમ છે. કેટલાક માતા-પિતા પોતાના બાળક માટે ટ્રેન ટિકિટ ખરીદવી જોઈએ કે નહીં તે અંગે મૂંઝવણમાં હોય છે.

ભારતીય રેલવેએ બાળકો માટે ટ્રેનમાં મુસાફરી કરવા માટે અલગ નિયમો બનાવ્યા છે. તેમા બાળકોને ટિકિટ ખરીદવી પડશે કે નહીં અથવા બાળકો માટે અડધી ટિકિટ ખરીદવી પડશે કે નહીં. આ અંગે રેલવેએ બાળકોની ઉંમર અનુસાર નિયમો બનાવ્યા છે.

રેલવેના નિયમો પ્રમાણે 5 વર્ષ કે તેથી ઓછી ઉંમરના બાળકો ટિકિટ વગર એટલે કે ફ્રીમાં ટ્રેનમાં મુસાફરી કરી શકે છે. માતાપિતા નાના બાળકો સાથે પોતાની સીટ પર મુસાફરી કરી શકે છે. આ ઉપરાંત જો કોઈ માતા-પિતા તેમના 5 વર્ષથી ઓછી ઉંમરના બાળક માટે સીટ ઇચ્છતા હોય તો તેઓ અડધી કિંમતે ટિકિટ ખરીદી શકે છે.

5 થી 12 વર્ષની વયના બાળકો માટે ટ્રેનનું ભાડું અડધું છે એટલે કે માતાપિતાએ તેમના 5 થી 12 વર્ષની વયના બાળકો માટે અડધી કિંમતે ટિકિટ ખરીદવી પડશે. આ ફક્ત બર્થ વગરની સીટો માટે જ લાગુ પડે છે. જો માતા-પિતા તેમના બાળક માટે બર્થ સીટ લેવા માંગતા હોય તો તેમણે આખું ભાડું ચૂકવવું પડશે

Related posts

અમદાવાદ ના નરોડા વિસ્તારમાં સ્વ રક્ષણ કરીશકે માટે તલવાર બાજી શીખવવામાં આવે છે

Ahmedabad Samay

149મી રથયાત્રાની તૈયારીઓનો આજથી વિધિવત પ્રારંભ

Ahmedabad Samay

વટવામાંથી ખાનગી બ્રાન્ડના શરબતના ડુપ્લીકેટ પાઉચ બનાવતી ગેરકાયદેસર ફેક્ટરી ઝડપાઈ

Ahmedabad Samay

૩,૩૨,૪૬૫ કરોડ ગુજરાતના ઈતિહાસનું અત્‍યાર સુધીનું સૌથી મોટુ બજેટ રજુ કરવામાં આવ્યું

Ahmedabad Samay

સુરેન્દ્રનગર ડેપો ખાતે ત્રણ નવીન બસોનું લોકાર્પણ કરતાં નાયબ મુખ્ય દંડક જગદીશભાઈ મકવાણા

Ahmedabad Samay

ધન્વતરી કોવિડ હોસ્પિટલમાં દર્દીઓ ટોકનની સાથે સાથે સીધા આવનાર દર્દીઓને પણ દાખલ કરાશે, દાખલ પ્રક્રિયા વધુ સરળ કરાઇ

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો