November 13, 2026
અપરાધ

નવસારી: 12 વર્ષની સગીરાને લગ્નની લાલચ આપી અપહરણ કરી વારંવાર દુષ્કર્મ આચરનારા વિધર્મી યુવકને આજીવન કેદની સજા

નવસારીમાં બે વર્ષ અગાઉ માત્ર 12 વર્ષીય માસૂમ બાળાને એક વિધર્મી યુવક દ્વારા અપહરણ કરી વારંવાર દુષ્કર્મ આચરવાના કેસમાં કોર્ટે આરોપીને આજીવન કેદની સજા ફટકારી છે. આરોપી પરિણીત હોવા છતા 12 વર્ષીય સગીરાને લગ્ન કરવાની લાલચ આપી હતી અને યુપી લઈ જઈને તેણી સાથે વારંવાર બળાત્કાર કર્યું હતું.  આ કેસમાં હવે નવસારીમાં સ્પેશ્યલ જજે આરોપીને અંતિમ શ્વાસ સુધીની સજા અને રૂ. 30 હજારનો દંડ ફટકાર્યો છે.

યુપીના ગોંડાનો મૂળ રહેવાસી અને નવસારી જિલ્લામાં રહેતો સદામ હુસૈન ઉર્ફે અબ્દુલ અઝીઝ રાયે 3 એપ્રિલ 2021ના રોજ નવસારીમાં જ રહેતી એક 12 વર્ષીય બાળાને પ્રેમજાળમાં ફસાવી હતી. ત્યાર બાદ સગીરાને લગ્ન કરવાની લાલચ આપી યુપી ભગાડી લઈ ગયો હતો. ત્યાં સગીરાને ફોસલાવી તેની સાથે અનેકવાર શરીર સંબંધ પણ બાંધ્યા હતા. બીજી તરફ સગીરા ગુમ થતા પરિવારે પોલીસ ફરિયાદ કરી હતી.

આ મામલે નવસારી ગ્રામ્ય પોલીસે તપાસનો ઘમઘમાટ શરૂ કરી સદ્દામ હુસૈન તેમ જ બાળકીને યુપીમાંથી શોધી લાવી હતી. ત્યાર બાદ પોલીસે આરોપી સદ્દામ હુસૈન સામે અપહરણ, દુષ્કર્મ અને પોસ્કો એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદાકીય કાર્યવાહી હાથ ધરી હતી. આ મામલે કેસ કોર્ટમાં ચાલી જતા કોર્ટે પોલીસ દ્વારા રજૂ કરવામાં આવેલા પુરાવા અને સાક્ષીઓના આધારે, બંને પક્ષોની દલીલો સાંભળી સદ્દામ હુસૈનને દોષી ઠેરવી અંતિમ શ્વાસ સુધીની સજા સાથે જ 30 હજાર રૂપિયાનો દંડ ફટકાર્યો હતો.

Related posts

ચીખલી પોલીસ સ્ટેશનમાં શંકાસ્પદ મોતના બનાવ પર આખરે ન્યાય મળ્યો

Ahmedabad Samay

સુરત: રૂદરપુરામાં અશાંતધારા સમિતિના પ્રમુખ પર ચપ્પુ વડે જીવલેણ હુમલો, વિધર્મીનું દબાણ દૂર કરાવતા હુમલો કર્યો હોવાની આશંકા

Ahmedabad Samay

બોલિવૂડ અભિનેતા ટાઈગર શ્રોફ પર મુંબઈમાં હુમલો: વાયરલ વીડિયોમાં ખુલાસો, અભિનેતાએ ડ્રાઈવરનો જીવ બચાવવા ખુદ ચલાવી ગાડી

Ahmedabad Samay

ગુજરાત ધર્મપ્રેમી અને શાંતિપ્રિય રાજ્ય છે અને આ રાજ્યમાં લવ જેહાદ જેવી પ્રવૃત્તિઓને બિલકુલ સ્થાન નથી:હર્ષ સંઘવી

Ahmedabad Samay

વસ્ત્રાપુર અને સોલા માં હાઇપ્રોફાઇલ ઢબે વિદેશી દારૂ વેંચતા બે ભાઇની ધરપકડ

Ahmedabad Samay

શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાણે કથળી રહી હોય તેમ દીન પ્રતિદિન છેડતી અને બળાત્કારના અનેક બનાવો વધવા પામ્યા છે. ત્યારે વધુ એક છેડતીની ફરિયાદ સામે આવી છે.જેમાં યુનિવર્સિટી પોલીસ વિસ્તારમાં રહેતી ધો.11 ની સગીરા પોતાની સ્કૂલે જતી હતી. ત્યારે સગીરાના મામાનો મિત્ર તેનો પીછો કરી હાથ પકડી છેડતી કરતો હોવાની જાણ સગીરાએ તેના પરિવારજનોને કરતા તેમના દ્વારા નરાધમ વિરૂદ્ધ પોલીસ ફરિયાદ કરવામાં આવી છે.આ મામલે ભોગ બનનાર તરૂણી ધો. 11માં અભ્યાસ કરે છે. હાલ રૈયા રોડ વિસ્તારમાં મામા સાથે રહે છે. તેણે પોલીસને જણાવ્યું કે આરોપી નિકુંજ ભરત સોલંકી (ઉ.વ.24,રહે. શાસ્ત્રીનગર) તેના મામાનો મિત્ર હોવાથી અવારનવાર ઘરે આવતો હતો. જેથી તેની સાથે મિત્રતા થઇ હતી. ચારેક મહિના પહેલા તેણે કોલ કરી કહ્યું કે આપણે ખાલી ફ્રેન્ડ તરીકે વાત કરશું. જેથી તેની સાથે ફ્રેન્ડ તરીકે વાત કરવાનું શરૂ કર્યું હતું.ત્રણેક માસ પહેલા તેને કોલ કરી તેના ઘરની પાછળ મળવા બોલાવી હતી. તે વખતે આરોપી નિકુંજે તેની મરજી વિરૂધ્ધ તેના ફોટા મોબાઈલ ફોનમાં પાડી લીધા હતા. અને હાથ પકડીને ગેરવર્તન પણ કર્યું હતું. તેમ કરવાની ના પાડતા સોશિયલ મીડિયામાં વાયરલ કરી દઇશ તેવી ધમકી આપી હતી. બાદ દોઢેક મહિના પહેલા તે સાયકલ લઇ સ્કૂલે જતી હતી ત્યારે રસ્તામાં આરોપી નિકુંજે તેનો પીછો કરી અટકાવી કહ્યું કે તું મારી સાથે વાત કેમ નથી કરતી. બાદમાં તેનો હાથ પકડી લીધો હતા. આ પછી અવારનવાર તેનો પીછો કરવાનું અને છેડતી કરવાનું ચાલુ રાખ્યું હતું. આખરે તેણે મામાને આ વાત કરતાં તેણે આરોપી નિકુંજના પિતા અને ભાઈને ઘરે બોલાવી વાત કરતાં બંનેએ હવે પછી આવું નહીં કરે તેવી ખાતરી આપી હતી. પરંતુ અવવાર ફોટા સોશિયલ મીડિયામાં વાયરલ કરવાની ધમકી આપતો હતો. ફરીથી આ બાબતે મામાને વાત કરતાં ફરીથી બંને પક્ષો વચ્ચે સમાધાન થઇ ગયું હતું.આમ છતાં આરોપી નિકુંજે હેરાન કરવાનું ચાલુ રાખતા આખરે તેના વિરૂધ્ધ ફરિયાદ નોંધાવી હતી.

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો