થોડા દિવસ પહેલા નવસારી જિલ્લાના ચીખલી પોલીસ સ્ટેશનમાં બે આદિવાસી યુવાનના શંકાસ્પદ મોતના બનાવ બન્યો હતો.
ન્યાય મેળવવા માટે પરીવાર જનો દ્વારા ડાંગના ધારાસભ્ય વિજયભાઈ પટેલ, જિલ્લા પંચાયતના પ્રમુખ મંગળભાઈ ગાવીત, જિલ્લા ભાજપના મહામંત્રી રાજેશ ભાઇ ગામીત સહિતના આગેવાનો વઘઇના મૃતક યુવાનના પરિવાર સાથે જિલ્લા પોલિસ વડાને રજુઆત કરી જવાબદાર પી.આઈ સહિતનાઓ સામે હત્યાનો ગુન્હો નોંધી કાર્યવાહી કરવાની માંગ કરાઈ હતી.
ત્યાર બાદ પોલિસ મૃતકનાભાઈ નિતેશ સુરેશભાઈ જાધવની ફરિયાદ અનુસાર પી.આઈ.અજીતસિંહ વાળા કોન્સ્ટેબલ શક્તિસિંહ ઝાલા,રામજીભાઈ ,રવિન્દ્ર રાઠોડ,કોંકડી પી.એસ.આઈ.ના તાબા હેઠળના કર્મચારી,પોલીસ કર્મચારી તરીકે ઓળખ આપતા અન્ય અગમ્ય અજાણ્યા વ્યક્તિઓને પકડી 7 દિવસ બાદ આખરે પોલિસે પી.આઈ. અજીતસિંહ વાળાં, 3 કોન્સ્ટેબલ સહિત 6 થી વધુ સામે હત્યા , અપહરણ, ગુનાહીત કાવતરું તથા અટ્રોસિટી એક્ટ સહિતની જોગવાઈ મુજબ ગુન્હો નોંધી તપાસ હાથ ધરવામાં આવી છે
તપાસ કરતા ચોંકાવનારા કિસ્સા સામે આવયા હતા કે તપાસ કર્યા વિના વધઇના જવાબદાર વ્યક્તિઓનો કે રેવન્યુ અધિકારીનો સંપર્ક કર્યા વિના મૃતક રવિભાઈની 18 જુલાઈના રોજ મજૂરી પર જતાં જતાં ત્યારે રસ્તામાં રોકી ગેરકાયદેસર અટકાયત કરી બળજબરીથી પૂર્વક કબૂલાત કરાવવા અપહરણ કરી જિંદગીને ભયમાં મૂકીને મૃત્યુ નીપજે ત્યાં સુધી મારમારી શારીરિક અને માનસિક ત્રાસ આપી ભૂખ્યાં અને તરસ્યા રાખી તેમની જિંદગીનો અંત આણવા સડયંત્ર રચી મોત નીપજાવેલ, ગંભીર ઈજાઓ પહોંચાડી મૃત્યુ નિપજાવી પંખા સાથે લટકાવીલ દીધેલ હોવાનું પણ જણાવાયું છે
મૃતક યુવાનોના પરિવાર જનો 20 જુલાઈના રોજ પોલિસ મથકે આવી પૂછપરછ કરવા જતા ” તું મારી સામે જબાન લડાવે છે હું પોલિસ અધિકારી વાળા સાહેબ છે” એમ કહી તેઓને બહાર કાઢી મુકવા જણાવેલ મરનાર રવિએ મરતા મરતા તેનાભાઈ અને બહેનને ઈશારાથી પોતાનું ભૂખ્યું પેટ બતાવી કહ્યું હતું કે ” આ વાળા સાહેબ ,શક્તિ સિંહ અને રવિન્દ્ર પોલિસે ખૂબ મારમારેલ ” તે સમયે ત્યાં હાજર પોલિસ કર્મચારીઓએ તેમને ત્યાંથી કાઢી મુક્યા હતા