May 21, 2024
અપરાધ

શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાણે કથળી રહી હોય તેમ દીન પ્રતિદિન છેડતી અને બળાત્કારના અનેક બનાવો વધવા પામ્યા છે. ત્યારે વધુ એક છેડતીની ફરિયાદ સામે આવી છે.જેમાં યુનિવર્સિટી પોલીસ વિસ્તારમાં રહેતી ધો.11 ની સગીરા પોતાની સ્કૂલે જતી હતી. ત્યારે સગીરાના મામાનો મિત્ર તેનો પીછો કરી હાથ પકડી છેડતી કરતો હોવાની જાણ સગીરાએ તેના પરિવારજનોને કરતા તેમના દ્વારા નરાધમ વિરૂદ્ધ પોલીસ ફરિયાદ કરવામાં આવી છે.આ મામલે ભોગ બનનાર તરૂણી ધો. 11માં અભ્યાસ કરે છે. હાલ રૈયા રોડ વિસ્તારમાં મામા સાથે રહે છે. તેણે પોલીસને જણાવ્યું કે આરોપી નિકુંજ ભરત સોલંકી (ઉ.વ.24,રહે. શાસ્ત્રીનગર) તેના મામાનો મિત્ર હોવાથી અવારનવાર ઘરે આવતો હતો. જેથી તેની સાથે મિત્રતા થઇ હતી. ચારેક મહિના પહેલા તેણે કોલ કરી કહ્યું કે આપણે ખાલી ફ્રેન્ડ તરીકે વાત કરશું. જેથી તેની સાથે ફ્રેન્ડ તરીકે વાત કરવાનું શરૂ કર્યું હતું.ત્રણેક માસ પહેલા તેને કોલ કરી તેના ઘરની પાછળ મળવા બોલાવી હતી. તે વખતે આરોપી નિકુંજે તેની મરજી વિરૂધ્ધ તેના ફોટા મોબાઈલ ફોનમાં પાડી લીધા હતા. અને હાથ પકડીને ગેરવર્તન પણ કર્યું હતું. તેમ કરવાની ના પાડતા સોશિયલ મીડિયામાં વાયરલ કરી દઇશ તેવી ધમકી આપી હતી. બાદ દોઢેક મહિના પહેલા તે સાયકલ લઇ સ્કૂલે જતી હતી ત્યારે રસ્તામાં આરોપી નિકુંજે તેનો પીછો કરી અટકાવી કહ્યું કે તું મારી સાથે વાત કેમ નથી કરતી. બાદમાં તેનો હાથ પકડી લીધો હતા. આ પછી અવારનવાર તેનો પીછો કરવાનું અને છેડતી કરવાનું ચાલુ રાખ્યું હતું. આખરે તેણે મામાને આ વાત કરતાં તેણે આરોપી નિકુંજના પિતા અને ભાઈને ઘરે બોલાવી વાત કરતાં બંનેએ હવે પછી આવું નહીં કરે તેવી ખાતરી આપી હતી. પરંતુ અવવાર ફોટા સોશિયલ મીડિયામાં વાયરલ કરવાની ધમકી આપતો હતો. ફરીથી આ બાબતે મામાને વાત કરતાં ફરીથી બંને પક્ષો વચ્ચે સમાધાન થઇ ગયું હતું.આમ છતાં આરોપી નિકુંજે હેરાન કરવાનું ચાલુ રાખતા આખરે તેના વિરૂધ્ધ ફરિયાદ નોંધાવી હતી.

શહેરમાં આજીડેમ ચોકડી પાસે માનસરોવર નજીક આવેલા રામપાર્કમાં રહેતા દંપતિ વચ્ચે નજીવા પ્રશ્ને ઝઘડો થતા પરિણીતાએ ઝેર પી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. પરિણીતાને ઝેરી અસર થતા સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. જ્યારે બીજી તરફ ગુરુ પ્રસાદ ચોક પાસે આવેલા આવાસ ક્વાટરમાં યુવાને વખ ઘોળ્યું હતું. આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ આજીડેમ ચોકડી પાસે માનસરોવર નજીક આવેલા રામપાર્કમાં રહેતા કિંજલબેન જયંતભાઈ નારીગરા નામની 30 વર્ષની પરિણીતા પોતાના ઘરે હતી. ત્યારે સાંજના છએક વાગ્યાના અરસામાં ઝેરી ટીકડા ખાઈ લીધા હતા. પરિણીતાને ઝેરી અસર થતા સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી.પોલીસની પ્રાથમિક પૂછપરછમાં કિંજલબેનને પોતાના માવતરે જવાનું હતું. પરંતુ પુત્રને સાથે લઈ જવા મુદ્દે દંપતી વચ્ચે રકઝક થતા તેણીને લાગી આવતા ઝેરી ટીકડા ખાઈ લીધા હોવાનું જાણવા મળ્યું છે. આ ઉપરાંત અન્ય બીજા બનાવમાં ગુરુ પ્રસાદ ચોકમાં આવેલા આવાસ યોજનાના ક્વાર્ટરમાં રહેતા ભરત પ્રવીણભાઈ મારડિયા નામનો 28 વર્ષનો યુવાન રાત્રીના અગીયારેક વાગ્યાના અરસામાં પોતાના ઘરે હતો. ત્યારે કોઈ અગમ્ય કારણસર તેને ઝેરી દવા પી લીધી હતી. યુવકને ઝેરી અસર થતા સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. ઉપરોક્ત બંને બનાવ અંગે પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.

Related posts

તલવારથી કેક કાપીને જન્મદિનની જાહેરમાં ઉજવણીનો વીડિયો વાયરલ થયા બાદ રામોલ પોલીસે પાંચ લોકોની અટકાયત કરી

Ahmedabad Samay

કૃષ્ણનગરમાં ઉદયગ્રીન પાર્ટી પ્લોટમાં લગ્નમાં ટાબરીયો કન્યાના દાગીના લઇ રફુચક્કર

Ahmedabad Samay

રામોલ વિસ્તારમાં નામ બદનામ કરવામાં બદલે એક યુવકની હત્યા કરાઇ

Ahmedabad Samay

સુરત- મોટા વરાછામાં મોટું ઓનલાઈન જુગારધામ ઝડપાયું, પોલીસે 11ને ઝડપ્યા

Ahmedabad Samay

અમદાવાદના નરોડા વિસ્તારમાં બે મેડિકલ સ્ટોર અને દવાખાનામાં થઇ લૂંટ

Ahmedabad Samay

કોરોનાની ગાઈડલાઈનનું પાલન ન કરવામાં આવતા તમામ બજાર અને રેસ્ટોરાં બંધ કરાવવામાં આવ્યા

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો