August 21, 2026
મનોરંજન

પ્રભાસ અને ક્રિતી સેનની ‛આદિપુરૂષ’ આજથી થઇ રિલીઝ

નિર્માતા ભુષણ કુમાર, કિશન કુમાર, ઓમ રાઉત અને નિર્દેશક ઓમ રાઉતની ફિલ્‍મ ‘આદિપુરૂષ’ આજથી રિલીઝ થઇ છે. ફિલ્‍મમાં સંગીત સંચીત બલ્‍હારા અને અંકિત બલ્‍હારાનું છે. રામાયણ મહાકાવ્‍ય પર આધારીત આ ફિલ્‍મમાં સુપરસ્‍ટાર પ્રભાસ રામ-રાઘવના રોલમાં છે. ક્રિતી સેનને જાનકીનું પાત્ર ભજવ્‍યું છે. જ્‍યારે સૈફ અલી ખાન રાવણના રોલમાં છે. આ ઉપરાંત સન્‍ની સિંઘ લક્ષમણ અને દેવદત્ત નાગે હનુમાનજીના રોલમાં છે.

જ્‍યારે વસ્‍તલ શેઠે મેઘનાદનો રોલ ભજવ્‍યો છે. ફિલ્‍મમાં સોનલ ચોૈહાણ અને તૃપ્‍તી તોરળમલ પણ મહત્‍વના રોલમાં છે. આ ફિલ્‍મ હિન્‍દી ઉપરાંત તેલુગુ, તમિલ, મલયાલમ અને કન્‍નડ ભાષામાં રિલીઝ થઇ છે. અંદાજે પાંચસો કરોડના બજેટમાં બનેલી આ ફિલ્‍મે રિલીઝ પહેલા જ મોટા ભાગના ખર્ચની કમાણી કાઢી લીધી છે. ફિલ્‍મનું શુટીંગ ૨૦૨૧માં શરૂ થયું હતું. આ ફિલ્‍મ રિલીઝ થઇ એ પહેલા જ અઢાર હજાર ટિકીટો એડવાન્‍સ બૂકીંગમાં વેંચાઇ ગઇ હતી. જેમાં પીવીઆર અને આઇનોક્‍સ સોૈથી વધુ ૮૮૦૦ તથા ૬૧૦૦ ટિકીટ વેંચીને આગળ રહ્યા હતાં. આ ફિલ્‍મ બ્‍લોકબસ્‍ટર થશે તેવી નિર્માતાઓને આશા છે. આ ફિલ્‍મ આરઆરઆર, બાહુબલી, પઠાણ સહિતને ટક્કર મારી શકશે કે કેમ? તે તરફ સોૈ ફિલ્‍મી પંડીતો અને ચાહકોની નજર રહેશે.

Related posts

Adipurush: દર્શકો સાથે હનુમાનજી પણ આ ફિલ્મ જોશે, દરેક થિયેટરમાં એક સીટ અનામત રાખવામાં આવશે

Ahmedabad Samay

આ અભિનેત્રીઓએ તેમની યુવાનીમાં વૃદ્ધ મહિલાનો રોલ કર્યો હતો, તેનો લૂક જોઈને ચાહકો ચોંકી ગયા હતા!

Ahmedabad Samay

Bollywood Trend: બોલિવૂડ ભૂલોમાંથી શીખતું નથી,; પહેલા રિમેક અને હવે આ નવી ભેડચાલ ઇન્ડસ્ટ્રીની…

Ahmedabad Samay

કરાઓકે દ્વારા ઓપન ગુજરાત કરાઓકે સુપરસ્ટાર સ્પર્ધા યોજી

Ahmedabad Samay

સુપરસ્ટાર રજનીકાંતની ફિલ્મ ‘અન્નતે’ અક્ષયની કુમારની ‛સૂર્યવંશી’ પર પડી ભારે, ૩ દિવસમાં કરી ૧૦૦ કરોડની કમાણી

Ahmedabad Samay

ફેબ્યુલસ લાઇફ્સ ઓફ બોલીવુડ વાઈવ્સની ત્રીજી સિઝનમાં રણબીર કૂપરની બહેન રિદ્ધિમા કપૂર સાહની મુખ્ય ભૂમિકામાં હશે

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો