“હવે બોલિવૂડ અભિનેતા રણવીર સિંહ હવે નાના પડદે પોતાનું કમાલ બતાવવા માટે તૈયાર છે. રણવીર સિંહ હવે ટીવી પર ડેબ્યૂ કરશે, રણવીર સિંહ કલર્સ ચેનલ પર એક ક્વિઝ શો લઈને આવી રહ્યો છે જેનું નામ છે “ધ બિગ પિક્ચર”આ શોનો પ્રોમો રિલીઝ કરવામાં આવ્યો છે.
કલર્સ ટીવીએ રણવીરનો શો ધ બિગ પિક્ચરનો પ્રોમો સોશિયલ મીડિયા પર શેર કર્યો છે. પ્રોમોમાં રણવીર કહે છે – જોવા માટે તો આ રણવીર સિંહ છે, પરંતુ કોઈએ તેમાં દિલ્હીનો બિટ્ટુ શર્મા જોયો, કોઈએ તેમાં બાજીરાવને જોયો તો ક્યારેક ખિલજી. ક્યારેક કડક અને ક્યારેક લવર બોય, ક્યારેક લૂંટારો અને ક્યારેક ગલી બોય. જોવા જાય તો રમત ફક્ત એક દૃષ્ટિનો છે. લઈ ને આવી રહ્યો છું હું બીગ પિક્ચર એક અનોખો ક્વિઝ શો જેમાં તસ્વીરોમાં પ્રશ્નો અને જવાબોમાં મળશે કરોડો. ધ બિગ પિક્ચર તસ્વીરથી તકદીર સુધી”