ભગવાન જગન્નાથજીની રથયાત્રાને ગણતરીના દિવસો બાકી રહ્યા છે, જે રથયાત્રાને લઈને પૂરજોસ તૈયારી પોલીસ વિભાગ તેમજ મંદિર સંચાલકો દ્વારા કરવામાં આવી રહી છે. બીજી તરફ રથયાત્રામાં ઉમટનાર ભાવી ભક્તોને માટે પણ પ્રસાદીને લઈને પૂરજોશ તૈયારીઓ શરૂ કરી દેવાય છે.રથયાત્રા પૂર્વે મંદિરે ભાવિભક્તો વિવિધ કાર્યક્રમોમાં પણ ભાગ લઇ રહ્યા છે. સરસપુર ખાતે વિવિધ પોળમાં રસોડા શરુ કરીને કામગીરી શરૂ કરાઈ છે.