September 27, 2026
ગુજરાત

IIM અમદાવાદનો ગ્લોબલ રેન્કિંગમાં રેન્ક ઘટ્યો, જાણો કેટલો છે રેન્ક

આઈઆઈએમ અમદાવાદમાં સ્કોલર વિદ્યાર્થીઓ ભણીને બહાર આવે છે. જેમાં ઘણા આજે દેશ વિદેશમાં સ્થાઈ છે. ખાસ કરીને ચેતન ભગતથી લઈને અનેક વિદ્યાર્થીઓ અહીં ભણી ચૂક્યા છે.

અમદાવાદ આઈઆઈએમનો ફાયનાન્સિયલ ટાઈમ્સ દ્વારા દર વર્ષે કરવામાં આવતા બિઝનેસ સ્કૂલ એસેસમેન્ટ્સમાં ગ્લોબલ રેન્કિંગમાં 2023માં 51મો રેન્ક છે. અગાઉ 11મો રેન્ક હતો. જો કે, અત્યારે રેન્ક ઘટીને નીચે આવ્યો છે. જો કે, આઈઆઈએમ અમદાવાદે નેશનલ ઈન્સ્ટિ્યૂટ રેન્કિંગ ફ્રેમવર્કમાં પ્રથમ રેન્ક પણ મેળવ્યો છે.

આઈઆઈએમ અમદાવાદ દેશની અન્ય આઈઆઈએમની જેમ જૂની સંસ્થા છે. જ્યાં દેશ તેમજ વિદેશમાંથી વિદ્યાર્થીઓ ભણવા માટે આવે છે. અગાઉ આઈઆઈએમને 11મો રેન્ક મળ્યો હતો જેમાં ઘટાડો થયો છે. જો કે, હવે ટોપ 50માંથી બહાર નિકળી ગઈ છે. જો કે, નેશનલ લેવલે આઈઆઈએમ અમદાવાદનો દબદબો બરકરાર છે. છેલ્લા બે વર્ષમાં એક પણ આઈઆઈએમ ગ્લોબલ લેવલે ટોપ 50ના રેન્કમાં નથી.

આઈઆઈએમ સંદર્ભે સુધારા વિધેયક કરાયું છે પસાર
28 જુલાઈના રોજ સુધારા વિધેયક લોકસભામાં રજૂ કરાયું હતું. જેમાં આ સ્વાયત્ત સંસ્થા હવેથી ભારતના રાષ્ટ્રપતિના અંડરમાં મુકવામાં આવી છે. જેમાં સરકાર તરફથી નિયુક્તિ કરવામાં આવશે. આમ પ્રિમીયસ સંસ્થાઓની સ્વાયત્તતા પણ અગાઉની સરખામણીએ હવે નહીં રહે.

Related posts

બળાત્કાર પીડિતાની ગર્ભાવસ્થા સમાપ્ત કરવા પર SCની ટિપ્પણી, કહ્યું- ગુજરાત હાઈકોર્ટે મહત્ત્વપૂર્ણ સમય બરબાદ કર્યો…!

Ahmedabad Samay

હવે થોડી છુટ છાટ સાથે ધમધમસે ગુજરાત

Ahmedabad Samay

કોરોનાના કેસનો વ્યાપ વધતા થોડા સમય માટે કરફયુનો સમય વધારવામાં આવે તેવી શકયતા

Ahmedabad Samay

વીર છત્રપતિ શિવાજી મહારાજની જ્યંતી નિમિત્તે ભવ્ય શોભાયાત્રા નું આયોજન કરાયું

Ahmedabad Samay

“મહારાજા ફિલ્મ ફેસ્ટિવલ & એવોર્ડ્સ”નું આયોજન કરાયું, ગુજરાત ખાતેનો સૌ પ્રથમ ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ & એવોર્ડ્સ

Ahmedabad Samay

જન જાગૃતિ ફાઉન્ડેશન દ્વારા બનાસકાંઠામાં વિવિધ પદ પર પદાધિકારીઓ નિયુક્ત કરાયા

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો