August 8, 2026
બિઝનેસ

ભારતીય શેરબજારની શરૂઆત સપાટ, સેન્સેક્સમાં 21 પોઈન્ટનો નજીવો વધારો, નિફ્ટી 19,600ને પાર

સપ્તાહના બીજા કારોબારી દિવસે મંગળવારે ભારતીય શેરબજારે સપાટ શરૂઆત કરી છે. BSE સેન્સેક્સ 47.73 પોઈન્ટના મામૂલી વધારા સાથે 66,001.21 પોઈન્ટ પર ટ્રેડ કરી રહ્યો છે. સારી વાત એ છે કે ફરી એકવાર સેન્સેક્સ 66 હજારને પાર કરી ગયો છે. તે જ સમયે, NSE નિફ્ટી 13.05 પોઇન્ટના વધારા સાથે 19,610.35 પોઇન્ટ પર પહોંચી ગયો છે. આ રીતે નિફ્ટી પણ 19,600ને પાર કરી ગયો છે.

સેન્સેક્સમાં સમાવિષ્ટ શેરો પર નજર કરીએ તો એનટીપીસી, એસબીઆઈ, મારુતિ, ટાટા મોટર્સ, ટાઇટન વગેરેના શેરમાં તેજી છે. જ્યારે ટેક મહિન્દ્રા, રિલાયન્સ, ઈન્ફોસિસ, પાવર ગ્રીડ અને આઈટીસીમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. જો ગ્લોબલ માર્કેટની વાત કરીએ તો ગઈ કાલે અમેરિકન માર્કેટમાં સારી તેજી જોવા મળી હતી. ડાઉ જોન્સ 400થી વધુ પોઈન્ટ વધીને બંધ રહ્યો હતો. જો કે ચીનની નિકાસ ઘટવાના કારણે ત્યાંના બજારોમાં મોટો ઘટાડો જોવા મળી રહ્યો છે.

RBI પોલિસી પહેલા માર્કેટ એલર્ટ

બજારના નિષ્ણાતો કહે છે કે આ સપ્તાહે આરબીઆઈની નાણાકીય નીતિ અને યુએસ ફુગાવાના ડેટા આવતા પહેલા બજાર સાવચેત છે. તે વેઈટ એન્ડ વોચ મોડમાં છે. આ સિવાય વિદેશી ફંડની વેચવાલી ચાલુ રહેવાને કારણે બજાર પર દબાણ જોવા મળી રહ્યું છે. શેરબજારના કામચલાઉ ડેટા અનુસાર, વિદેશી સંસ્થાકીય રોકાણકારો (FII)એ સોમવારે નેટ રૂ. 1,892.77 કરોડના શેરનું વેચાણ કર્યું હતું. આ સપ્તાહમાં બજારમાં ઉતાર-ચઢાવ આવી શકે છે.

આ કંપનીઓના શેરમાં ઘટાડો થયો

સેન્સેક્સના શેરોમાં પાવર ગ્રીડ, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા, ભારતી એરટેલ, નેસ્લે, એચડીએફસી બેંક, ઇન્ફોસિસ, જેએસડબલ્યુ સ્ટીલ, ટીસીએસ, આઇટીસી અને હિન્દુસ્તાન યુનિલિવરમાં ઘટાડો થયો. બીજી તરફ, ટાઇટન, એસબીઆઇ, ટાટા સ્ટીલ, એનટીપીસી, એશિયન પેઇન્ટ્સ, અલ્ટ્રાટેક સિમેન્ટ, ટાટા મોટર્સ અને કોટક મહિન્દ્રા બેન્કમાં વધારો થયો. વૈશ્વિક તેલ બેન્ચમાર્ક બ્રેન્ટ ક્રૂડ 0.18 ટકા વધીને 85.49 ડોલર પ્રતિ બેરલ પર હતું.

Related posts

કોરોના પ્રુફ કપડા પહેરો અને બેફિકર ફરો

Ahmedabad Samay

સિમેન્ટ બિઝનેસમાં અદાણી ગ્રૂપનું વર્ચસ્વ, અંબુજા સિમેન્ટે સાંઘી ઇન્ડસ્ટ્રીઝને હસ્તગત કરી

Ahmedabad Samay

આજે ભારતીય બજારમાં તેની પહેલી કાર ‘ટેસ્લા મોડેલ વાય’ નું પહેલું યુનિટ ડિલિવરી કર્યું, મહારાષ્ટ્રના પરિવહન મંત્રી પ્રતાપ સરનાઈક પ્રથમ કાર માલિક બન્યા

Ahmedabad Samay

સરકારની લાલ આંખ / મોંઘી દવાઓ લખતા ડોક્ટરો પર થશે કાર્યવાહી, સરકારે આપી ચેતવણી

Ahmedabad Samay

સોનામાં રેકોર્ડ તેજી, અત્યારે ખરીદનારાઓ ફાયદામાં રહેશે! ચેક કરી લો 10 ગ્રામનો ભાવ

Ahmedabad Samay

કોરોના સંકટમાં સિંગલ સીટર સ્કૂટર લોન્ચ

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો