આજે ગાંધીનગરમાં સીએમ ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં કેબિનેટ બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે. આ બેઠકમાં વિવિધ મુદ્દે ચર્ચા કરવામાં આવશે. જેમાં વરસાદી નુકસાનથી લઈને આવનાર વાઈબ્રન્ટ ગુજરાત સહીતના મુદ્દાઓ આજની આ બેઠકમાં કેન્દ્રમાં રહેશે. કેટલાક રાજ્યહિત લક્ષી મુદ્દાઓ પર પણ આજની આ બેઠકમાં ચર્ચા કરવામાં આવશે.
સીએમ ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં દર સપ્તાહમાં બુધવારે ગાંધીનગર સ્વર્ણિમ સંકુલ ખાતે કેબિનેટ બેઠકનું આયોજન કરવામાં આવે છે. આજે પણ આ બેઠક ગાંધીનગર ખાતે મળી છે. જેમાં મંત્રીઓ અને અધિકારીઓની વિશેષ ઉપસ્થિતિ રહે છે. ત્યારે વરસાદથી થેલા નુકસાન, ખરીફ પાકની નુકસાની, વાઈબ્રન્ટ ગુજરાત અને તિરંગા યાત્રાને લઈને આ બેઠકમાં ચર્ચા કરવામાં આવશે.
સૌરાષ્ટ્રમાં જૂનાગઢ સહીતના જિલ્લાઓમાં ભારે વરસાદના કારણે ખેતીના પાકને નુકસાન પહોંચ્યું છે ત્યારે આ મામલે ખેતીમાં થયેલ નુકસાનને ધ્યાનમાં રાખી સહાય પેકેજ મામલે ચર્ચા કરવામાં આવશે, આ સાથે જ આ વખતે વાઈબ્રન્ટને લઈને ગુજરાત સરકાર દ્વારા મહત્વની તૈયારીઓ કરવામાં આવી રહી છે. આ વખતે મોટું આયોજન વાઈબ્રન્ટને લઈને થવા જઈ રહ્યું છે. મોટા એમઓયું પણ આજે વાઈબ્રન્ટ ગુજરાત સમિટમાં થશે જેથીટ સરકારની મોટી ઈવેન્ટ વાઈબ્રન્ટ સમિટ છે. જેથી આ મામલે કેબિનેટમાં ચર્ચા કરાશે. 15મી ઓગસ્ટની રાજ્ય સરકારની તૈયારીને આખરી ઓપ આપવામાં આવશે.