September 22, 2026
મનોરંજન

લોકમેળામાં યાંત્રિક રાઈડના પ્લોટ માટે અંતે હરાજી થઈ, રૂ. ૧.૪૨ કરોડની આવક

જિલ્લા વહીવટી તંત્ર દ્વારા રાજકોટમાં જન્માષ્ટમીના તહેવાર નિમિત્તે, આગામી તા. પ થી ૯ સપ્ટેમ્બર દરમિયાન રેસકોર્સ ખાતે યોજાનારા “રસરંગ લોકમેળા”માં યાંત્રિક રાઇડ્સ માટે વિવિધ કેટેગરીમાં પ્લોટની ફાળવણીની હરરાજી પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. જિલ્લા કલેકટરશ્રી પ્રભવ જોષીના હકારાત્મક વલણ સાથે સંપન્ન થયેલી વિવિધ ૪૪ યાંત્રિક પ્લોટની હરરાજીમાં કુલ રૂ. ૧ કરોડ ૪૨ લાખ ૨૨ હજારની બોલી થયેલી હતી. જૂની કલેકટર કચેરી ખાતે મામલતદાર શ્રી કે. એ. કરમટા, શ્રી રુદ્ર ગઢવી, પડધરી મામલતદાર ચુડાસમા તેમજ પ્રાંત ઓફિસના કર્મચારીઓ દ્વારા ૮૬ અરજ્દારોની ઉપસ્થિતિમાં આ હરરાજી યોજાઈ હતી. આ તકે ૪૪ પ્લોટની હરરાજીમાં ઈ કેટેગરીમાં ૬ પ્લોટના રૂ. ૧૭ લાખ ૭૦ હજાર, એફ કેટેગરીમાં ૪ પ્લોટના રૂ. ૭ લાખ ૨૦ હજાર, જી-૧ કેટેગરીમાં ૧૦ પ્લોટના રૂ. ૩૬ લાખ ૩૫ હજાર, જી-૨ કેટેગરીમાં ૧૫ પ્લોટના રૂ. ૪૭ લાખ ૩૧ હજાર તેમજ એચ. કેટેગરીના ૯ પ્લોટના રૂ. ૩૩ લાખ ૬૩ હજારની બોલી થતા તંત્રને કુલ રૂ. ૧,૪૨,૨૨૦૦૦ ની આવક થવા પામી છે. જયારે એ કેટેગરીના ખાણીપીણીના બે પ્લોટના રૂ. ૫ લાખ ૧૦ હજારની આખરી કુલ આવક થઈ હોવાનું લોકમેળા અમલીકરણ સમિતિના અધ્યક્ષ શ્રીની યાદીમાં જણાવાયું છે.

Related posts

સારા લોકોની વાર્તાઓ આ મુશ્કેલ સમયમાં આશા અને સકારાત્મકતાની કિરણ તરીકે ઉભરી: રાજકુમાર રાવ

Ahmedabad Samay

શાહરૂખ ખાનની ‘જવાન’માં એક્શન સીન હશે વધુ જોરદાર, ‘ફાસ્ટ એન્ડ ફ્યુરિયસ’ અને ‘કેપ્ટન અમેરિકા’ને આપશે ટક્કર

Ahmedabad Samay

ભારતમાંથી ૩ ફિલ્‍મોને 95th ઓસ્કાર ઍકેડેમી એવૉર્ડ માટે નૉમિનેટ કરવામાં આવી

Ahmedabad Samay

પ્રભાસની ‘રાધે શ્યામ’ ફિલ્મનું ટ્રેલર રિલીઝ કર્યું.

Ahmedabad Samay

બાળકોના ઉછેરથી ઘણા ખુશ છે શાહરૂખ ખાન, લઈ લીધો આ વાતનો શ્રેય

Ahmedabad Samay

શાહરૂખ ખાને આલિયા ભટ્ટ અને સુહાનાને શીખવાડ્યું લિપ સિંક કરતા, આ ગીત માટે આપ્યો ક્લાસ

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો