અમદાવાદમાં અન્ય જિલ્લાઓની સરખામણીએ ઓછો વરસાદ નોંધાયે છે. 10 તાલુકામાંથી 6 તાલુકામાં તો 50 ટકા કરતા પણ ઓછો વરસાદ નોંધાયો છે. જે અગાઉના બે વર્ષની સરખામણીએ સરેરાસ પડેલા વરસાદ કરતા ઓછો છે.
અમદાવાદમાં છૂટા છવાયા ઝાપટા પડી શકે છે. ત્યારે આ આગાહી હવામાન વિભાગે કરી છે પરંતુ અમદાવાદના ગ્રામ્ય ક્ષેત્રોમાં વરસાદ ઓછો છે જ્યારે શહેરી વિસ્તારમાં પણ દર વખતે પડતા સરેરાશ વરસાદ કરતા હજૂ પણ વરસાદ 8 ઈંચ આસપાસ ઓછો પડ્યો છે. જો કે, ચોમાસાની સિઝનમાં 8થી 10 ઈંચ કુલ સરેરાસ વરસાદ વરસી શકે છે.
ગુજરાત રાજ્યમાં અત્યાર સુધીમાં 80.79 ટકા વરસાદ પડ્યો છે. તેમાં પણ જૂનાગઢ 153 ટકા વરસાદ નોંધાયો છે જે તમામ જિલ્લાઓ કરતા વધુ છે. જ્યારે 35 તાલુકામાં 50 ટકાથી ઓછો વરસાદ પડ્યો છે. અમદાવાદમાં 10 તાલુકામાંથી 6 તાલુકામાં 50 ટકા પણ વરસાદ નથી પડ્યો. ત્યારે આ સપ્તાહ દરમિયાન અમદાવાદમાં છૂટો છવાયો વરસાદ પડી શકે છે.
અમદાવાદમાં અગાઉ જૂલાઈ મહિનામાં એક સાથે 5થી 7 ઈંચ વરસાદ નોંધાયો હતો એ પહેલા 3થી 4 ઈંચ વરસાદ એક સામટો પડ્યો હતો. જો કે, ઓવરઓલ સિઝનનો અંદાજે 25 ઈંચ આસપાસ વરસાદ નોંધાયો છે.