October 14, 2026
ગુજરાત

ક્લોરેક્સ સ્કૂલમાં નમાજ અદા કરવાનો વિવાદ વકર્યો

ક્લોરેક્સ સ્કૂલમાં નમાજ અદા કરવાનો વિવાદ વકર્યો છે. સ્કૂલમાં બાળકોને નમાજ પઢાવતો વીડિયો વાયરલ બાદ વિવિધ સંગઠમાં રોષ જોવા મળી રહ્યો છે. ABVPના કાર્યકરો દ્વારા બાળકો પાસે નમાજ અદા કરાવનારા શિક્ષકને માર મારવામાં આવ્યો છે તો બીજી બાજુ વિવાદ વકરતા સ્કૂલ સંચાલકોએ માફી પણ માંગી છે. જો કે,  સમગ્ર મામલે શિક્ષણમંત્રી કુબેર ડિંડોરે રિપોર્ટ મગાવ્યો છે. જેને લઈ DEO એકશનમાં આવ્યા છે.

અમદાવાદની કેલોરેક્સ સ્કૂલમાં નમાજ અદા કરવાના વિવાદ મામલે શિક્ષણમંત્રી કુબેર ડિંડોરે રિપોર્ટ મંગાવ્યો છે. શાળામાં વિવાદના મુળ બનેલા વિષયને લઇને શિક્ષણમંત્રીએ કેટલીક મહત્વની સૂચના આપી છે. શિક્ષણના કાર્ય પર વધુ ભાર મુકવા પણ સૂચના આપી છે. તેમજ DEOને રિપોર્ટ સોંપવા સૂચના આપવામાં આવી છે.
કેલોરેક્સની ફ્યૂચર શાળામાં નમાજ અદા કરાવવાના વિવાદ મામલે DEO એકશનમાં આવ્યા છે. DEOએ કેલોરેક્સ સ્કૂલને નોટિસ ફટકારી છે, તેમજ સાંજ સુધીમાં જવાબ આપવા સૂચના પણ આપી છે.

આજે કેલોરેક્સ સ્કૂલ બંધ રહેશે, અમદાવાદની આ કૅલોરેક્સ સ્કૂલ સંચાલકોએ આ અંગે વાલીઓને મેસેજથી જાણ કરી છે, નમાજ વિવાદ બાદ  અગમ્ય કારણોસર બંને પાળીમાં શાળા બંધ રાખવા સંચાલકોએ નિર્ણય કર્યો છે.

Related posts

ઉત્તર ભારતીય વિકાસ પરિષદ દ્વારા સોમનાથ સ્વાભિમાન પર્વ નિમિત્તે નીકળશે ભવ્ય શિવ બારાત અને યોજાશે રુદ્ર મહાયજ્ઞ

Ahmedabad Samay

દાઉદ ઈબ્રાહિમને ઝેર આપવાની અટકળો સાથે જોડાયેલા સમાચાર સોશિયલ મીડિયા પર વાયરલ થયા

Ahmedabad Samay

ગુજરાતમાં નવા મંત્રીમંડળ બાદ હવે જુના અને દિગગજ નેતાઓનું શુ ?

Ahmedabad Samay

દ્વારકાધીશે ભક્તોને સાક્ષાત્કાર કરાવ્યા, વીજળી ધજા પર પડી તોપણ ફરકતી રહી.

Ahmedabad Samay

અમદાવાદ: આવતીકાલે ધો.12 સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર થશે, વિદ્યાર્થીઓ આ રીતે જાણી શકશે રિઝલ્ટ

Ahmedabad Samay

કાલે તૌકતે કાલે આવેશે ગુજરાતમાં, ૧.૫૦ લાખ લોકોને સલામત ખસેડયા, પલ પલની ખબર આ સમાચારમાં

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો