March 25, 2025
ગુજરાત

મીઠાખળી ગામનું ત્રણ માળનું અતિ જર્જરિત મકાન ભારે વરસાદના મારથી પડી ભાંગ્યું,૪ નો બચાવ કરવામાં આવ્યું અને એકનું મૃત્યુ થયેલ છે

અમદાવાદના મીઠાખળી વિસ્તારમાં જુનુ જર્જરીત હાલતમાં રહેલુ મકાન ધરાશાયી થતાં અંદર રહેતા લોકો ફસાયા હતા. ઘરમાં રહેતા ચાર વ્યક્તિઓને બચાવી લેવાયા હતા. પરંતું હજુ એક વ્યક્તિ કાટમાળમાં દટાઈ હતી. કાટમાળમાં દટાયેલ વ્યક્તિની શોધખોળ ચાલુ કરાઈ હતી. પરિવારનો વિનોદ દંતાણી નામના વ્યક્તિની શોધખોળ હાથ ધરાઇ હતી. જેસીબી મશીનની મદદથી કાટમાળ ખસેડાયો હતો. આ અકસ્માતમાં 55 વર્ષીય વિનોદભાઈનું મૃત્યુ થયું, સિવિલ હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ કરાશે..

મીઠાખળી ગામનું ત્રણ માળનું અતિ જર્જરિત મકાન ભારે વરસાદના મારથી પડી ભાંગ્યું હતું. આ ઘટનામાં બે વર્ષની બાળકી સહિત આખો પરિવાર માટીમાં દટાયો હતો. રેસ્ક્યૂ ઓપરેશન કરી સતત 30 મિનિટની શોધખોળ બાદ તેઓને કાટમાળમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા. તમામને સારવાર માટે તાત્કાલિક હોસ્પિટલમા ખસેડાયા હતા. આ ઘટનાની જાણ થતા એલીસબ્રીજ ધારાસભ્ય અમિત શાહ પણ ઘટનાસ્થળ પર પહોંચી ગયા હતા.

ઘટના વિશે મૃતકના વેવાસાઈ સાગર ભાઈએ સરકારને નિયમ મુજબ મદદ કરવા વિનંતી કરી. તેમણે કહ્યું કે, ઘરવખરી સહિત તમામ ચીજ વસ્તુઓનું નુકસાન થયું છે. મૃતકના પરિવારમાં પત્ની, બે દીકરી અને એક પુત્ર છે. સવારે 7.30 વાગે ઘટના બની એ સમયે પોલીસ અને ફાયરની ટીમ આવી હતી. જ્યારે તેમને રેસ્ક્યુ કરાયું એ સમયે જ તેમનું મૃત્યુ થઈ ચૂક્યું હતું. અહીંથી તુરંત તેમને વીએસ હોસ્પિટલમાં લઈ ગયા હતા. હવે આગળની કાર્યવાહી શરૂ થઈ છે.

Related posts

તાંડવ વેબ સિરીઝ સમક્ષ કરણી સેનાએ રોષ વ્યકત કર્યો.

Ahmedabad Samay

દિલ્‍હી બાદ અમદાવાદ શહેરની સાતેક સ્‍કૂલોને બોમ્‍બથી ઉડાવી દેવાની ધમકીના ઈમેલ મળ્યો

Ahmedabad Samay

લોકડાઉનમાં DTH યૂઝર્સ માટે એક ખરાબ સમાચાર છે.

Ahmedabad Samay

અપક્ષ નેતા દિનેશ શર્માની ચાંદખેડા વોર્ડથી હાર

Ahmedabad Samay

તરછોડાયેલા સ્મિતના પિતાની થઇ ઓળખ,પોલીસને ૨૦ કલાકે મળી મોટી સફળતા

Ahmedabad Samay

બીનાબહેન પટેલના દળદાર કોફીટેબલ બુક ‘ સનાતનનો જયઘોષ ‘ નું વિમોચન કરાયું

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો