ક્લોરેક્સ સ્કૂલમાં નમાજ અદા કરવાનો વિવાદ વકર્યો છે. સ્કૂલમાં બાળકોને નમાજ પઢાવતો વીડિયો વાયરલ બાદ વિવિધ સંગઠમાં રોષ જોવા મળી રહ્યો છે. ABVPના કાર્યકરો દ્વારા બાળકો પાસે નમાજ અદા કરાવનારા શિક્ષકને માર મારવામાં આવ્યો છે તો બીજી બાજુ વિવાદ વકરતા સ્કૂલ સંચાલકોએ માફી પણ માંગી છે. જો કે, સમગ્ર મામલે શિક્ષણમંત્રી કુબેર ડિંડોરે રિપોર્ટ મગાવ્યો છે. જેને લઈ DEO એકશનમાં આવ્યા છે.
અમદાવાદની કેલોરેક્સ સ્કૂલમાં નમાજ અદા કરવાના વિવાદ મામલે શિક્ષણમંત્રી કુબેર ડિંડોરે રિપોર્ટ મંગાવ્યો છે. શાળામાં વિવાદના મુળ બનેલા વિષયને લઇને શિક્ષણમંત્રીએ કેટલીક મહત્વની સૂચના આપી છે. શિક્ષણના કાર્ય પર વધુ ભાર મુકવા પણ સૂચના આપી છે. તેમજ DEOને રિપોર્ટ સોંપવા સૂચના આપવામાં આવી છે.
કેલોરેક્સની ફ્યૂચર શાળામાં નમાજ અદા કરાવવાના વિવાદ મામલે DEO એકશનમાં આવ્યા છે. DEOએ કેલોરેક્સ સ્કૂલને નોટિસ ફટકારી છે, તેમજ સાંજ સુધીમાં જવાબ આપવા સૂચના પણ આપી છે.
આજે કેલોરેક્સ સ્કૂલ બંધ રહેશે, અમદાવાદની આ કૅલોરેક્સ સ્કૂલ સંચાલકોએ આ અંગે વાલીઓને મેસેજથી જાણ કરી છે, નમાજ વિવાદ બાદ અગમ્ય કારણોસર બંને પાળીમાં શાળા બંધ રાખવા સંચાલકોએ નિર્ણય કર્યો છે.