August 8, 2026
મનોરંજન

સલાર-ભાગ ૧ સીઝફાયર’એ દુનિયાભરમાં ૫૦૦ કરોડની કમાણી કરી

સુપરસ્‍ટાર પ્રભાસ અભિનીત ફિલ્‍મ ‘સલાર-ભાગ ૧ સીઝફાયર’એ દુનિયાભરમાં ૫૦૦ કરોડની કમાણી કરી લીધી છે. આ ફિલ્‍મે પ્રથમ દિવસે જ રેકોર્ડ બનાવી ૧૭૮.૭ કરોડની કમાણી કરી બધાને ચોંકાવી દીધા હતાં. છ દિવસમાં જ હવે વિશ્વવ્‍યાપી બોક્‍સ ઓફિસ પર આ ફિલ્‍મ ૫૦૦ કરોડ કમાઇ ચુકી છે અને હજુ પણ પ્રદર્શન શાનદાર છે. પ્રશાંત નીલ દ્વારા નિર્દેશીત આ ફિલ્‍મમાં પેન ઇન્‍ડીયા સુપરસ્‍ટાર પ્રભાસની સાથે શ્રુતિ હાસન, પળથ્‍વીરાજ સુકુમારન અને જગપતિ બાબુ છે. આ ફિલ્‍મનું નિર્માણ વિજય કિરાગંદુર દ્વારા કરવામાં આવ્‍યું છે.

સલારની આ કમાણી જોતાં તેણે કેજીએફ ચેપ્‍ટર-૧, પુષ્‍પા-૧ અને બાહુબલી-૧ને પણ કમાણીની દ્રષ્‍ટીએ પાછળ રાખી દીધી છે. હોમ્‍બલે ફિલ્‍મ્‍સ તરફથી આ ફિલ્‍મ હિન્‍દી, તમિલ, તેલુગુ, કન્‍નડ, મલયાલમ ભાષામાં પણ રિલીઝ થઇ છે. બધી ભાષાઓમાં આ ફિલ્‍મને સિનેમાઘરોમાં સારા દર્શકો મળ્‍યા છે. હોમ્‍બલે સતત ચોથી બ્‍લોકબસ્‍ટર આપી છે. જેમાં અગાઉ કેજીએફ-૧-૨, કાંતારા અને હવે સલારનો સમાવેશ થાય છે.

Related posts

ચોૈદ વર્ષ પછી ફરદીન ખાન ફરીથી એક્‍ટીંગમાં એન્‍ટ્રી કરી

Ahmedabad Samay

છેલ્લા કેટલાક દિવસોથી વિવાદોના વંટોળમાં ફસાયેલી ફિલ્મ ‘ધ કેરળ સ્ટોરી 2’ રિલીઝ કરવા કોર્ટે લીલી ઝંડી આપી

Ahmedabad Samay

શ્રી રાજપૂત કરણી સેના રાજકોટ દ્વારા “પૃથ્વીરાજ” ફિલ્મના નિર્માતા – નિર્દેશન – લેખક વિરૂધ્ધ કાર્યવાહીની માંગ

Ahmedabad Samay

Malaika Arora: બ્લેક ડ્રેસમાં ક્યારેક બતાવી પોતાની અદા તો ક્યારેક કર્વી ફિગર, 49 વર્ષની ઉંમરે પણ સ્ટાઈલથી ચાહકોના દિલ ધડક્યા!

admin

બોલીવુડ ઉપર આવ વખતે મરાઠી ફિલ્‍મોનો ખતરો.

Ahmedabad Samay

યે રિશ્તા ક્યા કહેલાતા હૈની નાયરા વિશે જાણવા જેવી કેટલીક અજાણી વાતો, ઘણી જહેમત બાદ સિરિયલમાં કામ મળ્યું.

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો