September 13, 2024
મનોરંજન

બોલિવૂડની કોમેડી ફિલ્મ ‘હંગામા ૨’નું ટ્રેલર થયું રિલીઝ

New up 01

“બોલિવૂડની કોમેડી ફિલ્મ ‘હંગામા ૨’નું ટ્રેલર રિલીઝ થયું છે. ફરી એકવખત સંબંધોમાં ગૂંચવણના કારણે ભાગદોડ થતી આ ટ્રેલરમાં જોવા મળી રહી છે. ૧૮ વર્ષ પહેલા રિલીઝ થયેલી ફિલ્મ ‘હંગામા’ બાદ હવે ડિરેકટર પ્રિયદર્શન ‘હંગામા ૨’ લઈને આવી રહ્યા છે. ‘હંગામા ૨’માં એકટર પરેશ રાવલ ફરી એકવખત રાધેશ્યામ તિવારીની ભૂમિકામાં છે. જયારે આ વખતે તેમની પત્નીના રોલમાં શિલ્પા શેટ્ટી છે.

‘હંગામા ૨’નું ટ્રેલર જોતાં જ લાગી રહ્યું છે કે આ વખતે તેમાં વધુ કોમેડી ગૂંચવણ જોવા મળશે. દર્શકો ‘હંગામા ૨’નું ટ્રેલર ખૂબ જ પસંદ કરી રહ્યા છે. તારીખ ૨૩ જુલાઈ, ૨૦૨૧ના દિવસે ‘હંગામા ૨’ ઓટીટી પ્લેટફોર્મ પર રિલીઝ થશે. ફિલ્મમાં પરેશ રાવલ અને શિલ્પા શેટ્ટી સિવાય મિઝાન જાફરી, પ્રનિતા સુભાષ, આશુતોષ રાણા, ટીકુ તલસાણિયા અને રાજપાલ યાદવ જેવા કલાકારો પણ જોવા મળશે. એવું પણ જાણવા મળ્યું છે કે ‘હંગામા ૨’માં અક્ષય ખન્નાનો કેમિયો પણ છે.

‘હંગામા ૨’માં એક બાળકની આસપાસની કહાણી છે કે જેના કારણે સમગ્ર ગૂંચવણ ઊભી થાય છે. આ બાળકનો પિતા કોણ છે તે મુદ્દે ‘હંગામા ૨’ના ટ્રેલરમાં ગૂંચવણ જોવા મળી રહી છે.

‘હંગામા ૨’થી શિલ્પા શેટ્ટી ૧૪ વર્ષ પછી ફિલ્મોમાં કમબેક કરી રહી છે. તે છેલ્લે ફિલ્મ ‘અપને’ જોવા મળી હતી. ‘હંગામા ૨’માં શિલ્પા શેટ્ટી તેના પોપ્યુલર ગીત ‘ચુરા કે દિલ મેરા પર ડાન્સ’ કરતી જોવા મળી રહી છે. શિલ્પા શેટ્ટીએ કહ્યું હતું કે જયારે તેણે ‘હંગામા ૨’ની સ્ક્રિપ્ટ વાંચી તો તે હસતી જ રહી હતી. તે પરેશ રાવલ અને પ્રિયદર્શન સાથે કામ કરવા ઉત્સુક હતી. આ ફિલ્મ તેના માટે ખાસ છે.”

Related posts

પત્નીના વખાણ પર શાહરૂખ ખાન ગુસ્સે થયો, ગુસ્સામાં કહી આવી વાત…

Ahmedabad Samay

સોનાક્ષી સિન્હાએ તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર તસવીરો શેર કરીને જાણકારી આપી કે તેણે સગાઈ કરી લીધી છે

Ahmedabad Samay

49 વર્ષની મલાઈકા અરોરાએ કેમેરા સામે કર્યું કંઈક આવું, ફાયર લુકથી વધી ગયું ઈન્ટરનેટનું તાપમાન!

Ahmedabad Samay

ભારતી ક્રિકેટ ટીમનો કેપ્ટન વિરાટ કોહલી પિતા બન્યા

Ahmedabad Samay

પુષ્પા -2 એ રિલીઝ પહેલા રચ્યો ઇતિહાસ, ૧૦૦૦ કરોડની કરી કમાણી

Ahmedabad Samay

ખતરો કે ખિલાડી સિઝન – ૧૧ માં વરુણ સુદ ઇજાગ્રસ્ત

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો